GJEPC દ્વારા સુરતની ગ્રીન લેબ કંપનીને ‘હાઈએસ્ટ એક્સપોર્ટ ઑફ ધ યર’નો એવોર્ડ
સુરત, 07 એપ્રિલ: મુંબઈમાં જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા એવોર્ડ સમારોહ યોજાયો હતો. જેમાં સુરતની લેબગ્રોન ડાયમંડની ગ્રીન લેબ કંપનીને હાઈએસ્ટ એક્સપોર્ટ ઑફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના હસ્તે આ એવોર્ડ ગ્રીન લેબના ચેરમેન મુકેશ પટેલને આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બાઈસ અને રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી હાજર રહ્યા હતા.
GJEPC દ્વારા જેમ એન્ડ જ્વેલરી સાથે સંકળાયેલી ઇન્ડસ્ટ્રીને અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ આપે છે. તો આ વખતે લેબગ્રોન ડાયમંડ કેટેગરીમાં સૌથી વધુ નિકાસ કરવાનો એવોર્ડ સુરતની ગ્રીન લેબ કંપનીને આપવામાં આવ્યો છે. રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણીના હસ્તે ગ્રીન લેબના ચેરમેન મુકેશ પટેલ અને મેન્યુફેક્ચરીંગના ડાયરેક્ટર જીતેશ પટેલે એવોર્ડ સ્વીકાર્યો હતો.
આ અવસરે મુકેશ પટેલે કહ્યું કે, લેબગ્રોન ડાયમંડને લઈને હકારાત્મક બદલાવ માટે અમે કટીબદ્ધ છીએ. લેબગ્રોન ડાયમંડમાં નવા વિચાર, રીસર્ચ અને સ્થિરતા માટે અમે સતત કામ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો: ગુજરાત: નવસારીમાંથી અત્યંત નશીલા બુબા કુશ ગાંજા સાથે 3 આરોપીઓ ઝડપાયા