અમેરિકાની નાસા યુનિવર્સિટીમાં ગુજરાતની દિકરી નામ રોશન કરશે. જેમાં ભણતર માટે ભારત દેશમાંથી માત્ર બે વ્યકતિની પસંદગી કરવામાં આવી છે. જેમાં એક પંજાબના એક યુવક અને સુરતની એક દીકરીનો સમાવેશ થયો છે.
આ પણ વાંચો: અમદાવાદ: ઉદ્યોગપતિને વર્ચ્યુઅલ સેક્સની લાલચે ક્લીપ બનાવી રૂ.2.70 કરોડ પડાવ્યા
નાસા યુનિવર્સિટીમાં થઈ પસંદગી થતા સમગ્ર દેશમાં નામ રોશન કર્યું
સુરતની દીકરી અમેરિકાની નાસા યુનિવર્સિટીમાં થઈ પસંદગી થતા સમગ્ર દેશમાં નામ રોશન કર્યું છે. સુરતના સામાન્ય પરિવારમાંથી આવતી ધ્રુવી કિશોરભાઈ જસાણી સ્પેસમાં જતા એસ્ટ્રોનોટ્સ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રોજેકટમાં સિદ્ધિ હાંસલ કરી નાસામાંથી પસંદગી પામી હવે નવા શિખરો સર કરશે. સુરતની ધ્રુવી જસાણીના પિતા હેન્ડલુમના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને માતા ઘરકામ કરે છે, તથા તેના ભાઈ અને બહેન અભ્યાસ કરે છે. ધ્રુવી જસાણીને મળવા માટે ગુજરાત સરકારના શિક્ષણ રાજ્ય મંત્રી અને સુરતની કામરેજ વિધાનસભા ક્ષેત્રથી ભાજપાના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા પણ એમને મળવા માટે ઘરે પહોંચ્યા હતા.
ધ્રુવીને શુભકામનાઓ આપવા માટે મંત્રીઓ ઘરે આવ્યા
સુરતની આ ધ્રુવી જસાણી નામની દીકરીએ નાસા યુનિવર્સિટીમાં પસંદગી મેળવતા નામ રોશન થયું હતું. જેની ખુશી વ્યક્ત કરવા અને ધ્રુવીને આગામી ભાવી માટે શુભકામનાઓ આપવા માટે મંત્રી અહીં પહોંચ્યા હતા. કારણ કે આ બાબતે માત્ર સુરતને જ નહીં પરંતુ ગુજરાતને ગર્વની અનુભૂતિ કરાવી હતી.