સુરત: મહિલાએ હાઈકોર્ટને અરજી કરી, મારી પુત્રી-પશુધનનું અપહરણ થયું છે મને પાછી અપાવો
- હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી દરમ્યાન કોર્ટે અરજદારપક્ષને સીધો જ સવાલ કર્યો
- ચોરાયેલા પશુધન માટે હેબિયસ કોર્પસ અરજીનો ઉયપોગ કરી શકાતો નથી: HC
- અરજદારની લાપતા પુત્રી અંગે જરૂરી તપાસ રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટે સરકારપક્ષને નિર્દેશ કર્યો
સુરતની મહિલાએ હાઈકોર્ટને અરજી કરી છે. જેમાં જણાવ્યું છે કે મારી પુત્રી-પશુધનનું અપહરણ થયું છે મને પાછી અપાવો. તેમાં હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી દરમ્યાન હાઈકોર્ટની ખંડપીઠે ગંભીર નારાજગી વ્યકત કરી છે. તેમજ જણાવ્યું છે કે ચોરાયેલા પશુધન માટે હેબિયસ કોર્પસ અરજીનો ઉયપોગ કરી શકાતો નથી.
આ પણ વાંચો: જાણો કેમ ગુજરાત રાજ્યમાં ગરમીના પ્રકોપમાં થયો ઘટાડો
ચોરાયેલા પશુધન માટે હેબિયસ કોર્પસ અરજીનો ઉયપોગ કરી શકાતો નથી
સુરતની એક માતા દ્વારા પોતાની કથિત રીતે અપહ્યુત પુત્રી અને ચોરાયેલા પશુધનની કસ્ટડી મેળવવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી દરમ્યાન હાઈકોર્ટની ખંડપીઠે ગંભીર નારાજગી વ્યકત કરી હતી. હાઇકોર્ટે અરજદારને ટકોર કરી હતી કે, ચોરાયેલા પશુધન માટે હેબિયસ કોર્પસ અરજીનો ઉયપોગ કરી શકાતો નથી. ખંડપીઠે અરજદારના વકીલને સૌપ્રથમ હેબિયસ કોર્પસ સંબંધી કાયદા અને નિયમોનો અભ્યાસ કરી લેવા સૂચન કર્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 શરુ, દ્વારકાથી અસ્મિતા રથનો પ્રારંભ થશે
હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી દરમ્યાન કોર્ટે અરજદારપક્ષને સીધો જ સવાલ કર્યો
સુરતની એક માતાએ પોતાની કથિત રીતે અપહરણ કરાયેલી પુત્રી અને પક્ષીઓ, ગાયો સહિતના પશુધનની કસ્ટડી મેળવવા દાદ માંગતી હાઇકોર્ટ સમક્ષ કરેલી હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી દરમ્યાન કોર્ટે અરજદારપક્ષને સીધો જ સવાલ કર્યો હતો કે, અદાલત ચોરાયેલા પશુધન માટે હેબિયસ કોર્પસ અરજીના કાર્યક્ષેત્રનો ઉપયોગ કેવી રીતે કરી શકે? અરજદારના વકીલે જણાવ્યું કે, અરજદાર ચોરાયેલા પશુધનની રક્ષા કરવા ઇચ્છે છે અને તેથી તેમણે આ અરજી કરી છે. જો કે, હાઇકોર્ટે અરજદારના વકીલને સાફ શબ્દોમાં સુણાવ્યું કે, એમ જણાય છે કે, પહેલાં તમારે હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવા અંગેની કાયદાકીય જોગવાઇઓ અને નિયમોનો અભ્સાસ કરવો પડશે. હાઇકોર્ટે અરજદારપક્ષને તેમની પિટિશનમાંથી પક્ષીઓ સહિત પશુધનની કસ્ટડી માંગતી દાદ દૂર કરવા નિર્દેશ કરી સુધારા સાથે આવવા જણાવ્યું હતું. જો કે, અરજદારની લાપતા પુત્રી અંગે જરૂરી તપાસ રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટે સરકારપક્ષને નિર્દેશ કર્યો હતો.