ગુજરાતટોપ ન્યૂઝ

સુરત વિશ્વના ફલક પર ઝળકશે, વડાપ્રધાન ડાયમંડ બૂર્સનું લોકાર્પણ કરશે

  • નવલું નજરાણું વેપાર-ઉદ્યોગ માટે બૂસ્ટર ડોઝ સમાન સાબિત થશે
  • ઇન્ટરનેશલ એરપોર્ટના ઉદ્ઘાટન સાથે સુરતને નવી પાંખો મળશે
  • અમેરિકા, દુબઈ, ઇઝરાયેલ, હોંગકોંગ સહિતના હીરા ઉદ્યોગકારો આવશે

સુરત વિશ્વના ફલક પર ઝળકશે.જેમાં વડાપ્રધાન ડાયમંડ બૂર્સનું લોકાર્પણ કરશે. બૂર્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ મળવાથી સુરત વિશ્વના ફલક પર ઝળકશે. અમેરિકા, દુબઈ, ઇઝરાયેલ, હોંગકોંગ સહિતના હીરા ઉદ્યોગકારો આવશે. સુરત ડાયમંડ બૂર્સ રફ્ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બની રહેશે.

નવલું નજરાણું વેપાર-ઉદ્યોગ માટે બૂસ્ટર ડોઝ સમાન સાબિત થશે

ડાયમંડ અને સિલ્ક સિટી તરીકે જાણીતા તેમજ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરતને ડાયમંડ બુર્સ અને ઇન્ટરનેશનલ એરપોર્ટના રૂપમાં મળેલું નવલું નજરાણું વેપાર-ઉદ્યોગ માટે બૂસ્ટર ડોઝ સમાન સાબિત થશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બંને પ્રકલ્પોના ઉદ્ઘાટન સાથે સુરત વિશ્વ ફલક પર ઝળહળી ઊઠશે. નિયત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન મોદી સવારે 10:20 કલાકે સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ નવા બનેલા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ અંદાજે 11:00 વાગ્યે વડાપ્રધાન મોદીના હસ્તે ભવ્ય ડાયમંડ બૂર્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

ઇન્ટરનેશલ એરપોર્ટના ઉદ્ઘાટન સાથે સુરતને નવી પાંખો મળશે

રૂ. 3400 કરોડના ખર્ચે 35.54 એકર વિશાળ જગ્યામાં નિર્માણ પામેલ સુરત ડાયમંડ બૂર્સ રફ્ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બની રહેશે. આ ઉપરાંત ડાયમંડ બૂર્સના માધ્યમથી દોઢ લાખ લોકોને રોજગારી મળશે. જ્યારે રૂ. 353 કરોડના ખર્ચે સાકાર થયેલી ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગ અર્થાત ઇન્ટરનેશલ એરપોર્ટના ઉદ્ઘાટન સાથે સુરતને નવી પાંખો મળી રહેશે. સુરત એરપોર્ટથી વિદેશની ભૂમિ પર ફ્લાઈટની અવરજવર શરૂ થતા નંબર 1 ગ્રોથ સિટીનો દરજ્જો મેળવી ચૂકેલા સુરતની પ્રગતિ બમણી ગતિથી આગળ વધશે. જેનો ફાયદો ફક્ત સુરત કે ગુજરાત નહીં પણ આખા દેશને થશે.

અમેરિકા, દુબઈ, ઇઝરાયેલ, હોંગકોંગ સહિતના હીરા ઉદ્યોગકારો આવશે

ડાયમંડ બૂર્સના અમેરિકા, દુબઈ, હોંગકોંગ સહિતના બે હજારથી વધુ હીરા ઉદ્યોગકારો આવનાર છે. જેમાં અમેરિકાના 59, દુબઈના 45, ઇઝરાયેલના 25, હોંગકોંગના 45, બેલ્જિયમના 17, દક્ષિણ અફરિકાના 11, કેનેડાના 9, રુસના 5, બેંગકોકના 18 તેમજ દેશના જાણીતા જ્વેલર્સનો સમાવેશ થાય છે.

Back to top button