મંત્રીને એવું તો શું થયું કેમ જાતે જ ટોઈલેટ સાફ કરવા લાગ્યા ?


વડાપ્રધાન મોદી તરફથી સફાઈ માટે લોકોની સાથે નેતાઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે ત્યારે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા પણ વડાપ્રધાન મોદીના સફાઈ અને સ્વચ્છતાના જ પગલે આગળ વધી રહ્યા છે. લોકોને ત્યારે ચોંકાવી દીધા કે જ્યારે તેઓ પોતે ઝાડુ અને પાણી લઈ શાળાનું ટોઈલેટ સાફ કરવા લાગ્યા. આ બધી જ ધારણાઓ માન્યતાઓને જાણે તોડવાનું કામ કર્યું હોય તેવું જોવા મળ્યું છે.
આ પણ વાંચો : ઉત્તરાયણના દિવસે જ સુરતમાં ઉંધીયુ બનાવવું પડશે મોંઘું, શાકભાજીના ભાવ વધતા સ્વાદ બનશે ફિક્કો
ગુજરાત સરકારમાં શિક્ષા રાજ્યમંત્રી પ્રફુલ પાંસેરિયાનો નવો અંદાજ જોવા મળ્યો હતો. સુરતની કામરેજ વિધાનસભા વિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં શિક્ષા રાજ્યમંત્રી પ્રફુલ પાંસેરીયા સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સમાવિષ્ટ ડુંગરા સ્થિત પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાતે પહુંચ્યા હતા. આ દરમિયાન શાળામાં થતી વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ અને વહીવટી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ વર્ગખંડોમાં બાળ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
જોકે ટોઈલેટ સાફ કરીને મજા આવી આ શબ્દો સાથે શિક્ષણ મંત્રીએ ટોઈલેટ સાફ કરવું પણ એક સામાન્ય કામગીરી છે તેવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ મુલાકાત દરમિયાન સ્કૂલના ટોયલેટ બાથરૂમની જાતે સાફ સફાઈ પણ તેમણે કરી હતી. ટોઇલેટ અને બાથરૂમની જાતે સાફ સફાઈ કરતો વીડિયો પણ મંત્રીજી એ વાયરલ કરી સ્કૂલ વાળાએ સ્કૂલ માં સાફ સફાઈ કરવાની સલાહ આપી હતી. કહ્યું હતું કે, ટોઈલેટ બાથરૂમ સાફ સફાઈ કરતાં ગર્વ અનુભવું છું, શાળાના શૌચાલયની જાત સફાઈ કરીને વિદ્યાર્થીઓને સફાઈ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટેનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું.