ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : યુવતી પાસે ફોન કરાવી યુવકને બોલાવ્યો, માર મારી અપહરણ કર્યું, નગ્ન વિડીયો ઉતારી છોડી મૂક્યો

  • દાંતીવાડા ડેમ નજીક યુવકનો નગ્ન વિડીયો ઉતારી માર માર્યો હતો
  • પાલનપુર પશ્ચિમ પોલીસ મથકમાં સાત લોકો સામે ફરિયાદ

પાલનપુર : પાલનપુરના એક યુવકનું કેટલાક લોકોએ તેની સ્રી મિત્ર યુવતી પાસે ફોન કરાવી હોટલ નજીક મળવા બોલાવીને ગાડીમાં તેનું અપહરણ કરાયું હતું. આ યુવકને દાંતીવાડા ડેમ નજીક લઈ જઈ તેનો નગ્ન વિડીયો ઉતારી માર માર્યો હતો. ત્યારબાદ છોડી મૂકવામાં આવ્યો હતો. આ ઘટનામાં સાત લોકો સામે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ પ્રકારની બીજી ઘટના સામે આવવાથી પાલનપુર શહેરમાં ખળભળાટ મચી ગયો છે.

પાલનપુરમાં આયર્ન મોદીના હત્યા કેસની હજુ શાહી સુકાઈ નથી, ત્યાં જ આ પ્રકારનું અપહરણ કરીને ઠાકોર યુવકને માર મારવાની બીજી ઘટના સામે આવી છે. આ ઘટનાની હકીકત એવી છે કે, પાલનપુરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રોહિતકુમાર સંજયભાઈ ઠાકોર રહે છે. જે અમીરગઢ સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ ટેકનિશિયન વિભાગમાં નોકરી કરે છે. જેને તારીખ 15 ફેબ્રુઆરી’23 ના રોજ તેની સ્ત્રી મિત્રએ ફોન કરીને પાલનપુર -ડીસા રોડ ઉપર આવેલી એક હોટલ પાસે મળવા બોલાવ્યો હતો. જેથી રોહિત ઠાકોર યુવતીને મળવા હોટલ પહોંચ્યો હતો. પરંતુ યુવતીએ તેને ડીસા તરફના બ્રિજના નાળા નીચે બોલાવ્યો હતો. જ્યાં રોહિત પહોંચતા જ કુશકલ ગામનો કલ્પેશ ગુડોલ સાત એક માણસો સાથે ત્યાં આવ્યો હતો. અને ગાળો બોલીને “અમારા સમાજની છોકરીઓને લઈને કેમ ફરે છે” તેમ કહી આંખે રૂમાલનો પાટો બાંધી ગાડીમાં તેનું અપહરણ કરી લઈ ગયા હતા. રોહિત ઠાકોરને દાંતીવાડા ડેમ નજીક લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. જ્યાં રોહિતના કપડા ઉતરાવી તેનો નગ્ન વિડીયો પણ બનાવ્યો હતો. આ વિડીયો બનાવ્યા બાદ આ અંગે કોઈને કહીશ તો વિડિયો વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. જેથી અપહરણ કરીને નગ્ન કરી વિડીયો ઉતારી માર મારનારા સાત લોકો સામે રોહિત ઠાકોરે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અપહરણ અને માર મારવાની ઘટનાઓ ચિંતાજનક

પાલનપુર શહેરમાં દસ દિવસ અગાઉ આયર્ન મોદીનું કોલેજ બહાર બોલાવી અપહરણ કરવામાં આવ્યું હતું. જેને માર મારવાથી બાદમાં તેનું મોત નિપજ્યું હતું. ત્યાં જ બીજી ઘટના સામે આવતા સમાજ માટે ચિંતા બાબત ચિંતાજનક બાબત બની રહી છે. લોકો હવે કાયદો હાથમાં લઈને બેફામ બની રહ્યા છે, જાણે કોઈને કાયદાનો ડર જ રહ્યો નથી. ત્યારે પોલીસે આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરીને દાખલા રૂપ કામગીરી કરવાની જરૂર છે.

આ પણ વાંચો : પાલનપુર : લીંબુણી અને જોરાવરગઢ નજીક બે અકસ્માતમાં બે બાઈક સવારના મોત

Back to top button