સુરતઃ જીમમાં આગ લાગતાં બે મહિલાનાં મૃત્યુ


સુરત, 6 નવેમ્બર, 2024: સુરતમાં આજે લાભપાંચમની રાત્રે કરુણાંતિકા સર્જાઈ છે. અહીં એક કોમ્પલેક્સમાં સંચાલિત જીમ અને સ્પામાં આગ લાગતા બે મહિલા મૃત્યુ પામી હોવાનું જાણવા મળે છે. ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઓલવવાની કામગીરી ચાલુ છે. આ ઘટનાની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા કોમ્પલેક્સમાં મોટી દુર્ઘટના બની છે. કોમ્પલેક્સમાં આવેલા જીમ અને સ્પામાં આગ લાગતા બે યુવતીએ જીવ ગુમાવ્યા છે.
સ્પામાં કામ કરતી યુવતીઓ દાઝી જતાં મૃત્યુ પામી છે. આગ લાગવાની ઘટના બનતા જ ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે. મળતા અહેવાલ મુજબ જ્યાં આ ઘટના બની છે તે કોમ્પલેક્સ ગૃહ રાજ્યમંત્રીના કાર્યાલયની સામે આવેલું છે.
આ પણ વાંચોઃ NEET-UG 2024 ની પરીક્ષા નવેસરથી લેવામાં આવશે નહીં : સુપ્રીમ કોર્ટ