સુરત ટ્રાફિક પોલીસે અનોખી પહેલ કરી છે. જેમાં અકસ્માતમાં વધુમાં વધુ લોકોના જીવ બચે તે હેતુથી પહેલ શરૂ કરી છે. તેમાં અકસ્માતમાં ઈજાગ્રસ્તને 1 કલાકની અંદર હોસ્પિટલ પહોંચાડનારને ટ્રોફી અને રૂપિયા 1 લાખ સુધીનું ઇનામ આપી સન્માન કરશે.
આ પણ વાંચો: અમદાવાદ – મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ રોકેટ ગતિએ દોડ્યું, જાણો તેની સમગ્ર માહિતી
તમામ જિલ્લામાં સ્કીમ અમલ કરાઈ
સુરત ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ બચાવની આ ઉમદા કામગીરી કરનાર વ્યક્તિને GOOD SAMARITAN AWORD અંતર્ગત રૂપિયા એક લાખ સુધીનુ રોકડ ઈનામ આપવામાં આવશે. તેમજ એક ટ્રોફી અને સર્ટિફીકેટ એનાયત કરી સમ્માનિત કરવામાં આવશે. આ માટે ટ્રાફિક પોલીસના વૉટ્સએપ હેલ્પલાઈન નંબર 74340-95555 પર સંપર્ક કરવાનો રહેશે. માનવતાના ધોરણે અકસ્માતનો ભોગ બનનારનો જીવ બચાવવો એ આપણી નૈતિક ફરજ છે પરંતુ પોલીસની ઝંઝટથી બચવા માટે લોકો ઘાયલોની મદદ કરતા ખચકાતા હોય છે. આ માટે 12 ઓક્ટોબરે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકોમાં આ બાબતો રજૂ કરવામાં આવી. જેમાં ઠરાવ કરીને તમામ જિલ્લામાં સ્કીમ અમલ કરાઈ છે.
આ પણ વાંચો: પોલીસ કેસ ઉકેલી શકી નહી, ત્યારે પોપટ બોલ્યો મમ્મી-પપ્પા…
જાણો કઇ રીતે મળશે ઇનામ:
ડૉકટર પાસેની વિગતોની ખરાઈ કર્યા પછી પોલીસ સત્તાવાર લેટરપેડ પર નામ, મોબાઇલ નંબર અને સરનામુ, સ્થળ, તારીખ, અને ઘટનાનો સમય અને કેવી રીતે GOOD SAMARITAN છે તેનો ઉલ્લેખ કરી જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિને આ સાથે નિયત કરેલા નમૂનામાં મોકલી આપશે.
બેંક ખાતામાં ઑનલાઇન ચૂકવણી કરવામાં આવશે
તેમજ પોલીસ સ્ટેશન તરફથી મેસેજ મળવા પર, જિલ્લા મેજીસ્ટ્રેટના અધ્યક્ષપણા હેઠળની જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિ માસિક ઘોરણે દરખાસ્તોની સમીક્ષા કરશે અને મંજૂર કરશે. રાજ્યની રોડ સેફટી ઑથોરિટીને આ યાદી જરૂરી ચૂકવણી માટે મોકલવાની રહેશે. તથા પસંદ કરેલા GOOD SAMARITAN માટે રોડ સેફટી કમિશનરની કચેરી દ્વારા સીધા તેમના બેંક ખાતામાં ઑનલાઇન ચૂકવણી કરવામાં આવશે.