સુરતમાં સ્થાનિક લોકોએ પીઆઇ પર હુમલો કર્યો, નશામાં હોવાનો દાવો કરતા ચોકીમાં ઘુસી બઘડાટી બોલાવી


સુરત, 24 ફેબ્રુઆરી 2025: સુરતમાંથી ફરી એક વાર ચકચારી ઘટના સામે આવી છે. જ્યાં દિલ્હી ગેટ ચોકી પાસે કેટલાક શખ્સોએ પીઆઈ એમ વાય ગોહિલ સાથે ઝપાઝપી કરી હોવાનું કહેવાય છે. સુરતની આ ઘટનામાં જોઈએ તો, વાહન ડિટેઈન કરવાને લઈને બબાલ થઈ હતી. સ્થાનિક લોકોનો આરોપ છે કે પીઆઈ નશામાં હતા અને તેમણે એક મહિલાને લાફો મારી દીધો જે બાદ બઘડાટી બોલી હતી.
અહીં ઉલ્લેખનિય છે કે, સુરત સિટીમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પીઆઈ પર કેટલાય શખ્સોએ રોડ પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી રહી છે, જેમાં પીઆઈ રોડ પર પોતાની ફરજ બજાવી રહ્યા હતા, તે દરમ્યાન એક ગાડી અડચણરુપ હતી, આ ગાડીને ડિટેઈન કરવામાં આવાત કેટલાય લોકોએ રોડ પર ઊભેલા પીઆઈ સાથે બોલાચાલી કરી હતી અને બાદમાં ગાળાગાળી પર આવી ગયા હતા. ત્યારે પીઆઈ નશામાં હોવાનો આરોપ લગાવીને સ્થાનિકોએ બોલાચાલી કરી હતી, આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સુરતની આ ઘટનામાં પીઆઈ વરદીમાં હોવા છતાં કેટલાય લોકોએ કાયદો હાથમાં લીધો હતો અને મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં બઘડાટી બોલાવી હતી. આ ઉપરાંત પીઆઈની કેબિનમાં ઘુસીને પણ લોકોએ તેમને ધમકાવ્યા હતા. જો કે આ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
આ પણ વાંચો: બોલો જુબાં કેસરી: પાન મસાલાની એડ કરવા બદલ શાહરુખ, અજય દેવગન અને ટાઈગર શ્રોફને લીગલ નોટિસ મળી