ગુજરાત

સુરત: 4 કરોડના MD ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ

Text To Speech
  • રાંદેર વિસ્તારમાં ડ્રગ્સનો કાળો કારોબાર
  • SOGની ટીમનાં અલગ-અલગ 2 સ્થળો પર દરોડા
  • રૂ. 4 કરોડનાં MD ડ્રગ્સ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

સુરત: રાજ્યમાં અવાર-નવાર નશાકારક માદક પદાર્થો મળી આવે છે. જેથી રાજ્યમાં આવા ડ્રગ્સ માફિયા પર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા માદક પદાર્થો મળી આવવાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સુરતનાં રાંદેર વિસ્તામાં ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હોવાની બાતમીને આધારે SOG પોલીસની ટીમ દ્વારા અલગ-અલગ બે સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ રેડ દરમિયાન SOG પોલીસની ટીમને રૂપિયા 4 કરોડની કિંમતનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. SOG દ્વારા ચાર કરોડના MD ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. જેમાં ગુરૂવારના રોજ પણ 10 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયુ હતું.

શું ડ્રગ્સ માફિયાઑ રાજ્યમાં બની રહ્યાં છે બેફામ?

વાત કરીએ તો પોલીસને રાજ્યમાંથી છેલ્લા 24 કલાકમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જેમાં સુરત અને અમદાવાદમાંથી કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. સુરતમાં પોલીસે રાંદેર વિસ્તારમાં ત્રણ શખ્સો પાસે નશાનો સામાન હોવાની બાતમીને આધારે SOGએ રેડ પાડી હતી અને નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. જ્યારે અમદાવાદમાં પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે જુદા-જુદા સ્થળો પર દરોડા પાડીને એક કરોડથી વધુની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જથ્થા સાથે ત્રણ ડ્રગ્સ સપ્લાયરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય પાંચ આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતા.

MD ડ્રગ્સનું કનેક્શન પહોંચ્યું રાજસ્થાન !

ગુરૂવારનાં રોજ સુરતમાંથી પકડી પાડવામાં આવેલ રાજસ્થાનીની પૂછપરછનાં આધારે પોલીસે રાજસ્થાનમાં ગુપ્ત ઓપેરેશન હાથ ધર્યુ હતું અને અંદાજે આઠ કરોડની કિંમતનો MD ડ્રગ્સ બનાવવાનો રો-મટિરિયલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આશ્ચર્યજનક બાબતએ છે કે સુરતની લાજપોર જેલમાં બંધ આરોપી જેલમાં બેઠા બેઠા ડ્રગ્સ રેકેટ ઓપરેટ કરી રહ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં લાખો રેશનકાર્ડ રદબાતલ, ક્યાક તમારું તો નથી થયુ ને…

Back to top button