ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

Surat : ત્રણ નકલી જીએસટી ઓફિસર આવ્યા અને 12 લાખ લઈ ગયા

Text To Speech

સુરત શહેરમાં ત્રણ નકલી GST અધિકારીઓએ બોમ્બે માર્કેટમાં કાપડના વેપારીને ત્યાં દરોડો પડ્યા હતા. વેપારીને ધાકધમકી આપી 12 લાખની રોકડ લઈ ફરાર થઈ ગયા હતા. આ ત્રણ નકલી અધિકારીઓમાંથી એક અધિકારી અસલી હોવાનું આજે સવારે સામે આવ્યું હતું. વરાછા પોલીસે પીડિત વેપારીની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 30 માર્ચે બોમ્બે માર્કેટમાં કાપડનો વ્યવસાય કરતા પીડિત ધીરેન્દ્રસિંહ રાજપુરોહિતની દુકાન ધીરજ ફેશન ખાતે બની હતી. સાંજે 5.15 કલાકે ત્રણ યુવકો તેમની દુકાને આવ્યા હતા, તેમના હાથમાં ભારત સરકાર લખેલી ફાઈલ હતી. તેમણે ધીરેન્દ્ર સિંહને કહ્યું કે તે GST વિભાગમાંથી આવ્યા છે.

આ પણ વાંચો : સુપ્રસિદ્ધ તીર્થધામ મહુડીના બે ટ્રસ્ટીઓએ મંદિરમાંથી 45 લાખના સોનાની કરી ચોરી
Surat - Humdekhengenews નકલી અને અસલી અધિકારીઓએ પીડિતને કહ્યું કે તમારી દુકાનનું વેચાણ ઘણું વધારે છે અને તમે GSTની ચોરી કરો છો. તમે એવા ઉત્પાદનો પર માત્ર 5% GST ચૂકવો છો કે જેના પર 12% GST લાગુ છે. તમારી સામે વોરંટ ઇસ્યુ થયું છે. ત્યારબાદ ત્રણેએ ટેબલ પર મૂકેલા દુકાનના તમામ કર્મચારીઓના મોબાઈલ ફોન મેળવી લીધા હતા. દુકાનના શટર અને સીસીટીવી કેમેરા પણ બંધ હતા. તે પછી, ધીરજને કહેવામાં આવ્યું કે તમારી પાસે છેલ્લા બે વર્ષથી 7%ના દરે 80 લાખ GST બાકી છે. જો હવે પૈસા જમા નહીં થાય તો દુકાન સીલ કરવી પડશે. ધીરજે કહ્યું કે તેની પાસે એટલા પૈસા નથી. પછી તેણે સમાધાન માટે રૂપિયા 45 લાખની માંગણી કરી. વાટાઘાટો બાદ તેઓ 12 લાખ રૂપિયામાં મામલો પતાવવા માટે સંમત થયા હતા.પોલીસ કર્મી સસ્પેન્ડ -humdekhengenews ધીરજે નકલી અને અસલી અધિકારીઓને દુકાન પર જ 7 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ તેઓ ધીરજને કાળા રંગની કારમાં બેસાડીને પુનાગામ સોનલ રેસીડેન્સી ખાતેના તેમના ઘરે લઈ ગયા હતા. ત્યાં તેમણે બીજા પાંચ લાખ રૂપિયા લીધા અને ધીરજને નકલી અધિકારીઓ બોમ્બે માર્કેટના ગેટ પર મૂકીને ફરાર થઈ ગયા હતા. બાદમાં જ્યારે ધીરજે મિત્રો અને પરિચિતોને આ અંગે વાત કરી તો તેઓએ જણાવ્યું કે જીએસટી વિભાગ ક્યારેય આવી રીતે સીસીટીવી બંધ કરીને કાર્યવાહી કરતું નથી. ધીરેન્દ્રએ GST વિભાગમાં તેની ખરાઈ કરાવી અને પછી ગુરુવારે સાંજે વરાછા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. બોમ્બે માર્કેટમાંથી ફૂટેજ મળ્યા બાદ વરાછા પોલીસે નકલી જીએસટી અધિકારીઓની શોધ શરૂ કરી દીધી હતી.

Back to top button