સુરત: આ છે નેટવર્થમાં કિંગ, જેમના દીકરાના લગ્નમાં PM મોદીએ આપી હાજરી, જૂઓ વીડિયો
સુરત, 1 નવેમ્બર, ગુજરાત મુલાકાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. આ સાથે પીએમ મોદીએ અન્ય ઘણા કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો. તેમાં એક લગ્ન સમારંભનો પણ સમાવેશ થાય છે. હરિકૃષ્ણ ગ્રુપના સ્થાપક અને ચેરમેન સવજીભાઈ ધોળકિયાના પુત્ર દ્રવ્ય ધોળકિયાના તાજેતરમાં લગ્ન થયા છે. આ શાહી લગ્ન ગુજરાતમાં થયા હતા, જેમાં પીએમ મોદી પણ પરિણીત યુગલને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન સવજીભાઈ ધોળકિયાના પરિવારે વડાપ્રધાન સહિત મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
Today, as Dravya and Jahnvi venture on their new journey, we feel immensely blessed to have had none other than the Hon’ble Prime Minister Narendra Modiji join us in this moment of joy.
His presence and heartfelt blessings for the couple have filled our family with gratitude and… pic.twitter.com/jqjpj8wGAq
— Savji Dholakia (@SavjiDholakia) October 29, 2024
એવું કહેવું બિલકુલ ખોટું નહીં હોય કે વર્ષ 2024માં અત્યાર સુધી જેટલા પણ લગ્ન થયા છે તેમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શાહી લગ્ન સૌથી વધુ લોકોનું ધ્યાન આકર્ષિત કરનાર હતા. પરંતુ હવે ગુજરાતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાએ તેમના પુત્રના આવા જ લગ્ન ગોઠવ્યા હતા. વાસ્તવમાં, ગુજરાતના હીરા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાના પુત્ર દ્રવ્ય ધોળકિયાએ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ જ્હાન્વી સાથે 28 ઓક્ટોબરે લગ્ન કર્યા હતા. પીએમ મોદીએ ગુજરાતના હીરા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાના પુત્રના લગ્નમાં પણ હાજરી આપી હતી, જેની તસવીરો હવે સામે આવી છે.
આ ભવ્ય લગ્ન સમારંભ ગુજરાતના દુધાળા સ્થિત હેતની હવેલીમાં યોજાયો હતો, જેમાં પરિવારના સભ્યો ઉપરાંત પીએમ મોદી પણ નવવિવાહિત યુગલને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, લગ્ન સ્થળથી લઈને બેઠક વ્યવસ્થા સુધી બધું જ ટૉપ ક્લાસ હતું. સવજી ધોળકિયા હીરાના વેપારી તરીકે ઓળખાય છે જેઓ તેમના કર્મચારીઓને દર વર્ષે મોંઘી કાર અને ફિક્સ ડિપોઝીટ સહિત અનેક લક્ઝરી વસ્તુઓ ભેટમાં આપે છે. આ વર્ષે તેની હીરા કંપનીએ દિલ્હીમાં તેના કર્મચારીઓને 600 કાર ગિફ્ટ કરી છે.
પીએમ મોદીએ આ સમારંભમાં હાજર રહેલા કથાકાર મોરારીબાપુની પણ મુલાકાત કરી હતી. આ દરમ્યાન તેમને મોરારીબાપુ સાથે ટૂંકી વાતચીત પણ કરી હતી. મહત્વપૂર્ણ છે કે પ્રધાનમંત્રી સોમવારે ગુજરાતના પ્રવાસે હતા અને તેમણે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આમ, મુકેશ અંબાણી બાદ આ ગુજરાતીના દીકરાના લગ્નમાં પીએમ મોદીએ આપી હાજરી હતી.
ઉદ્યોગપતિએ લગ્નમાં હાજરી આપવા માટે પીએમ મોદીનો આભાર માન્યો
હીરા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ તેમના પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે પીએમ મોદીનો આભાર માન્યો અને હરિ કૃષ્ણ ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન સવજી ધોળકિયાએ તેમના X સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, “જ્યારે તેઓ PM મોદીને દિલ્હીમાં મળ્યા ત્યારે તેમણે તેમને લગ્નમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું. આજે, દ્રવ્યા અને જાહ્નવીએ જીવનની નવી શરૂઆત કરી છે, અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ.” લાગે છે કે આ ખુશીની ક્ષણમાં અમારી સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી અમારા પરિવારને કૃતજ્ઞતા અને ગર્વથી ભરી દે છે. આ એક એવો દિવસ છે જેને આપણે હંમેશા યાદ રાખીશું, તે એવા મૂલ્યોની યાદ અપાવે છે જેમાં આપણે વિશ્વાસ કરીએ છીએ – પ્રેમ, એકતા અને પરંપરા.
આ પણ વાંચો..ગૌતમ અદાણીની નજર હવે ‘હિમાલય’ ઉપર, જાણો શું છે આ પ્રોજેક્ટ અને કેમ છે તેમાં રસ?