સુરત: મુસાફરોની સુવિધા વધારવા અગસ્તક્રાંતિ ટ્રેન માટે તંત્રએ લીધો મોટો નિર્ણય
- યાત્રીઓની ફરિયાદ બાદ આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું
- અગસ્તક્રાંતિ ટ્રેનમાંથી ઓટોમેટિક દરવાજાવાળા કોચ હટાવી દેવા નિર્ણય
- હવે ફરીથી મેન્યુઅલી ઓપરેટ થાય તેવા દરવાજાવાળા કોચ જોડવામાં આવશે
સુરતમાં મુસાફરોની સુવિધા માટે અગસ્તક્રાંતિ ટ્રેન માટે તંત્રએ મોટો નિર્ણય લીધો છે. જેમાં અગસ્તક્રાંતિને ફરીથી મેન્યુઅલી ખૂલે તેવા દરવાજાવાળા કોચ સાથે દોડાવાશે. તેમજ તેજસ ટ્રેનના કેટલાક કોચ હટાવી દેવા તંત્રનો નિર્ણય છે. બે ટ્રેનોમાંથી તેજસના કોચ દૂર કરાશે. હાલના અદ્યતન LHB કોચ સાથે દિલ્હી-મુંબઈ અગસ્તક્રાંતિ રાજધાની ટ્રેનને દોડાવાશે.
આ પણ વાંચો: મોરબીના 9 વર્ષ જૂના નિખિલ હત્યા કેસની તપાસમાં આવ્યો નવો વળાંક
યાત્રીઓની ફરિયાદ બાદ આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું
મુંબઈ સેન્ટ્રલ-નિઝામુદ્દિન અગસ્તક્રાંતિ રાજધાની ટ્રેનને ફરીથી મેન્યુઅલી ઓપરેટ કરી શકાય તેવા દરવાજા ધરાવતા કોચ સાથે દોડાવશે. ત્રણ વર્ષ પહેલા આ ટ્રેનને તેજસ ટ્રેનના ઓટોમેટિક ખૂલે અને બંધ થતાં હોય તેવા કોચ સાથે દોડાવવામાં આવી રહી હતી, પરંતુ બે રાજધાની ટ્રેનોને ફરીથી મેન્યુઅલી ઓપરેટ કરી શકાય તેવા દરવાજાવાળા અદ્યતન LHB કોચ સાથે દોડાવાશે. યાત્રીઓની ફરિયાદ બાદ આ નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. વર્ષ 2021થી રેલવેતંત્રે રાજધની, અગસ્તક્રાંતિ સહિતના પાંચ પ્રિમિયમ ટ્રેનોને તેજસ જેવા ઓટોમેટિક ઓપરેટ થતાં દરવાજાવાળા કોચ સાથે દોડાવવાનો આરંભ કરાયો હતો.
અગસ્તક્રાંતિ ટ્રેનમાંથી ઓટોમેટિક દરવાજાવાળા કોચ હટાવી દેવા નિર્ણય
ટ્રેન પ્લેટફોર્મ ઉપર થોભે એટલે દરવાજા ખૂલી જાય અને ટ્રેનનો ઉપડવાનો સમય થાય એટલે બંધ થઈ જાય છે. ઓટોમેટિક ઓપરેટ થતાં દરવાજાવાળા કોચ સાથે અગસ્તક્રાંતિ અને રાજધાની ટ્રેનને દોડાવવાનો આરંભ કરાયો ત્યારથી મુસાફરો તહેવારના સમયે ભીડભાડ હોય ત્યારે ટ્રેનમાં બેસી શકતા નહીં હોવાની ફરિયાદ ઊઠી હતી. લાંબા સમયથી આ ફરિયાદ થઈ રહી હતી. જેને પગલે રેલવેતંત્રે હાલમાં 12953-54 દિલ્હી-મુંબઈ સેન્ટ્રલ અગસ્તક્રાંતિ ટ્રેનમાંથી ઓટોમેટિક દરવાજાવાળા કોચ હટાવી દેવા નિર્ણય લીધો છે. ઓટોમેટિક ઓપરેટ થતાં ડોરને બદલે હવે ફરીથી મેન્યુઅલી ઓપરેટ થાય તેવા દરવાજાવાળા કોચ જોડવામાં આવશે. હાલના અદ્યતન LHB કોચ સાથે દિલ્હી-મુંબઈ અગસ્તક્રાંતિ રાજધાની ટ્રેનને દોડાવાશે.