ગુજરાતચૂંટણી 2022દક્ષિણ ગુજરાત
સુરતઃ પલસાણા તાલુકાના એના ગામના મતદાન કેન્દ્રએ બારડોલી સત્યાગ્રહની યાદ અપાવી


સુરતઃ બારડોલી વિધાનસભાના પલસાણા તાલુકાના એના ગામના મતદાન કેન્દ્ર નંબર 217એ બારડોલી સત્યાગ્રહની યાદ અપાવી છે. આ મતદાન બૂથમાં ઐતિહાસિક બારડોલી સત્યાગ્રહની તસવીરો લગાડવામાં આવી છે. ખાસ કરીને યુવા મતદાતાઓ બારડોલી સત્યાગ્રહથી અવગત થાય તે માટે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
આ મતદાન કેન્દ્રમાં લોકોને જાગરુત કરવા માટે ચક્ર, સત્યાગ્રહ દરમિયાન સભાને સંબોધિત કરતા સરદાર સાહેબના ચિત્ર, ચરખા, સત્યાગ્રહને દર્શાવનાર બેનર તેમજ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની છબી રાખવામાં આવી છે.
મતદાન કરવા આવતા લોકો બારડોલી સત્યાગ્રહથી દેશભક્તિ અને રાષ્ટ્રવાદથી પ્રેરાઈ તે માટે આ આદર્શ મતદાન કેન્દ્ર તૈયાર કરાયું છે.