ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરત : ક્રુરતા પૂર્વક માસુમ પુત્રીની હત્યા કરનારી માતાનું જેલમાં મોત

સુરતમાં થોડા સમય અગાઉ એક માતાએ પોતાની જ દીકરીની ક્રુરતા પૂર્વક હત્યાની ચકચારી ઘટના સામે આવી હતી. જેમાં માતાએ પોતાની પાંચ વર્ષીય બાળકીની ઓટલે પટકી દીધી હતી, ત્યાર બાદ સારવાર દરમિયાન આ બાળકીનું મૃત્યુ થયું હતું. આ ઘટના સામે આવતા પોલીસે આ હત્યારી માતાની ધરપકડ કરી લીધી હતી. તેને સુરત સેન્ટ્રલ જેલ ખાતે રાખવામા આવી હતી. ત્યારે જાણવા મળી રહ્યું છે કે આ મહિલાનું જેલામાં જ મોત નિપજ્યું છે.

 પુત્રીની હત્યા કરનારી માતાનું જેલમાં મોત

મળતી માહીતી મુજબ સુરતના વેડ દરવાજા વિસ્તારમાં પાંચ વર્ષીય પુત્રીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનારી માતાનું જેલમાં જ મોત નિપજ્યું છે. વિગતો મુજબ જેલમાં બંધ આ મહિલાને અચાનક છાતીમાં દુખાવો શરૂ થતાં તેને જેલ પોલીસ દ્વારા સુરત સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામા આવી હતી. જ્યા સારવાર ગરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ મહિલાના મોતને કારણે જેલના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

સુરત જેલ-humdekhengenews

પોલીસે હાથ ધરી કાર્યવાહી

પોલીસના જણાવ્યા મુજબ હાલ આ મહિલાના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. પરંતુ ફોરેન્સિક વિભાગના તબીબો પાસે પેનલમાં પોસ્ટમોર્ટમ કરાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેથી પીએમ પછી જ મોતનું સાચુ કારણ જાણી શકાશે.પોલીસે હાલ આ મામલે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

 જાણો શું હતી સમગ્ર ઘટના ? 

ઉલ્લેખનીય છે કે વેડ દરવાજા ફટાકડાવાડીમાં રાજીવનગર વિસ્તારમાં રહેતી મહિલા બિલ્કિસ બાનુએ થોડા દિવસ અગાઉ પોતાની 5 વર્ષીય વિકલાંગ દીકરીને બીમારીથી કંટાળી પાડોશમાં આવેલા ઓટલા પર પટકી પટકી ઢોર માર માર્યો હતો. જેના કારણે બાળકીને ગંભીર ઈજાપહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે સુરતની સ્મિમેર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યા સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતુ. સમગ્ર ઘટનાના પગલે સુરત પોલીસે આ મહિલાની ધરપકડ કરી હતી. અને પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું હતું કે, દીકરીની બીમારીથી કંટાળીને તેણે પોતાની દિકરીની હત્યા કરી નાખી છે. જે બાદ પોલીસે માતા વિરુદ્ઘ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અને આ મહિલાને સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદ તરીકે મોકલી દેવામાં આવી હતી.

 આ પણ વાંચો : અમિતાભ બચ્ચન-અનુષ્કા શર્માને આ બેદરકારી પડી ભારે, મુંબઈ પોલીસે હાથ ધરી કાર્યવાહી

Back to top button