ગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરતઃ વાડે જ ચીભડાં ગળ્યાં જેવો ઘાટ – લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, તમે પણ રહેજો સાવધાન

Text To Speech

સુરત, 19 ઓકટોબર, જો આપ ઘરમાં કોઈપણ જાતની ખાતરી કે ઓળખ વગર કોઈને નોકર તરીકે રાખી રહ્યા હોય તો ચેતી જજો. કારણ કે ખાતરી કર્યા વગર રાખેલા નોકર કોઈ દિવસ આપના ઘરની  તિજોરી  સાફ કરી શકે છે.  આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. સામી દિવાળીએ સુરત પીપલોદ વિસ્તારમાં લાખોની ચોરીનો મામલો સામે આવ્યો છે. પીપલોદ સ્થિત આવેલા ફોર સીઝન બિલ્ડીંગમાં ચોરી થઈ હતી. ચોરી કરનાર બીજું કોઈ નહીં પણ કામ પર રાખેલો નોકર હતો જેણે 50 લાખથી વધુની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. દિવાળી પેહલા વર્ષોથી ઘર કામ માટે રાખેલા ઘર ઘાંટીએ જ અંજામ આપ્યો હતો. ઉમરા પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે.

વિશ્વાસ અને ભરોસામાં લીધા બાદ કેટલાક નોકરો રાતોરાત ઘરમાં હાથફેરો કરી ફરાર થઈ જાય છે. આવી જ કોઈ ઘટના સુરતના પીપલોદ વિસ્તારમાં બની છે. જ્યાં ત્રણ મહિના પહેલા જ ઘરઘાટી તરીકે કામે રાખવામાં આવેલ નોકર ઘરના સભ્યોની ગેરહાજરીની તકનો લાભ ઉઠાવી લાખોની મત્તા ઉપર હાથફેરો કરી ફરાર થઈ ગયો છે. સુરતના પિપલોદ વિસ્તારમાં ઘરના માલિક નોકરના ભરોસે ઘર મૂકીને ગયા હતા. જોકે તે નોકરે 40 લાખથી વધુની રોકડ રકમ અને ઘરેણાની ચોરી કરી અને બાદમાં ફરાર થઈ ગયો. જેથી આ સમગ્ર મામલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નોકરની શોધખોળ આરંભી છે.

ઘરના સભ્યોને ચોરીની ઘટના અંગેની જાણ અન્ય નોકર દ્વારા કરવામાં આવી હતી. જ્યાં જાણ થતાની સાથે ઘરે દોડી આવેલા પરિવારના સભ્યો પણ ચોંકી ઉઠ્યા હતા. ઘરનો સામાન પણ વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો. આ સાથે ઘરનો નોકર પણ ગેરહાજર મળી આવતા તાત્કાલિક ઉમરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે ઉમરા પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે. CCTVના આધારે આરોપીને પકડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો..પિતાએ દીકરીના માથે મૂકાવ્યો CCTV કેમેરાઃ જાણો શું અને ક્યાંની છે ઘટના?

Back to top button