ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરતઃ ડિલિવરી બૉયની દાનત બગડી, કંપનીને જ કર્યું નુકસાન

Text To Speech
  • ડિલીવરીબોયે પોતાની જ કંપનીને લગાડ્યો ચૂનો
  • ઓર્ડર કર્યા બાદ તેને કેન્સલ કરીને પરત કરતો નકલી સામાન
  • કંપની સાથે 3.69 લાખ રૂપિયાની કરી છેતરપીંડી

ગુજરાતમાં એક ડિલીવરી બોયે પોતાની જ કંપનીને ચૂનો લગાડ્યો છે. આ માટે તેણે અનોખી તરકીબ અજમાવી છે. તે પોતાના જ મોબાઇલમાંથી ઓનલાઇન ઓર્ડર કરીને સામાન મંગાવતો હતો. સામાન મળી ગયા બાદ ઓર્ડર કેન્સલ કરતો હતો નકલી સામાન કંપનીને પરત કરતો હતો. આ રીતે તેણે કંપની સાથે 3.69 લાખ રૂપિયાની છેતરપીંડી કરી હતી.

ડિલીવરીબોયે પોતાની જ કંપનીને કેવી રીતે લગાડ્યો ચૂનો ?

સુરતના અડાજણમાં એસ એન એન્ટરપ્રાઇઝ નામની કંપની આવેલી છે. તેના મેનેજર તરીકે શિવમ સત્યપ્રકાશ તિવારી કામ કરે છે. કંપનીની એક બ્રાન્ચ અડાજણના નૂતન રો હાઉસમાં છે. જૂલાઈ માસમાં સમીર અયૂબખાન પઠાણ નામના વ્યક્તિને શિવમે નોકરી પર રાખ્યો હતો. સમીરનું કામ જૂદા જૂદા વિસ્તારમાં પાર્સલ પહોંચાડવાનું હતું. દોઢ મહિના બાદ તેણે નોકરી છોડી દીધી હતી. પણ જે સમયે સમીર કામ કરતો હતો તે સમયે ઘણા ઓર્ડર કેન્સલ થઈ રહ્યા હતા અને પરત આવેલા પાર્સલમાંથી નકલી સામાન નીકળી રહ્યો હતો. આ વિશે શંકા જતા સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો.

અડાજણ પોલીસમાં નોંધાયો ગુનો 
જ્યારે આ બાબતે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે સમીર પોતે જ પોતાના અલગ અલગ મોબાઈલ નંબર પરથી ઓર્ડર કરતો હતો. જ્યારે આ માલ ડિલિવરી માટે આપવામાં આવતો ત્યારે તે સામાન ખોલી તેમાંથી અસલી સામાન કાઢી લેતો અને તેની જગ્યાએ ડુપ્લીકેટ માલ મૂકતો હતો. પાર્સલને ફરીથી પેક કરીને પરત કરી દેતો હતો. આ રીતે સમીરે એક મહિનામાં 68 પાર્સલના ઓર્ડર કેન્સલ કર્યા હતા અને 3.69 લાખ રૂપિયાની છેતરપીંડી કરી હતી. બીજી તરફ સમીરની સાથે ન્યુ બમરોલી રોડ પર મરાઠા નગરમાં રહેતા ડિલિવરી બોય જશવિન્દ્ર શત્રુઘ્નસિંહ ચૌહાણે પણ અનેક પાર્સલની ચોરી કરી છે. આ પછી બંને સામે અડાજણ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ જાણો :ફાલ્ગુની પાઠકના ગરબાના પાસને નામે છેતરપિંડી કરનાર ૪ ઝડપાયા

Back to top button