સુરત : કાર ચાલકે ટક્કર મારતા સ્કૂલ વાન ફંગોળાઈ પલ્ટી મારી, બાળકોને થઈ ઈજા
જ્યાં એક તરફ કારમાં પાછળની સીટ પર બેસતાં લોકોને માટે પણ સીટ બેલ્ટ ફરજિયાત કરવાની કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારે સુરતમાં આજે સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો.એક સ્કૂલવાન ટર્ન મારી રહી હતી ત્યારે પૂરઝડપે દોડતી કિઆ કારના ચાલકે ટક્કર મારતા 20-30 ફૂટ દૂર ફંગોળાઈને સ્કૂલવાન પલટી મારી ગઈ હતી. વાનની અંદર 10 વિદ્યાર્થી બેઠાં હતાં. તે પૈકી 1 બાળકીને ગંભીર ઈજા થતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ ઘટનાના સીસીટીવીફૂટેજ સામે આવ્યા છે. જોકે સદનસીબે કોઈની પણ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચો : આણંદના ધર્મજ પાસે ત્રણ લક્ઝરી વચ્ચે ત્રિપલ અકસ્માત, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
મંગળવારે સવારે નિયત સમય અનુસાર શારદાયતન વિદ્યાલયના વિદ્યાર્થીઓને લઈ એક સ્કૂલવાન સ્કૂલ તરફ જઈ રહી હતી ત્યારે અલથાણ કેનાલ રોડ ચાર રસ્તા પર અકસ્માત સર્જાયો હતો. સોહમ સર્કલ તરફથી બ્રેડલાઈનર સર્કલ તરફ જતી કિઆ કારનો ચાલક ખૂબ પૂરઝડપે પોતાની કાર દોડાવી રહ્યો હતો. સર્કલ પર સ્કૂલ વાન ટર્ન રહી હતી ત્યારેકીઆ કાર સીધી સ્કૂલ વાનને જઈ અથડાઈ હતી.
સુરત : કાર ચાલકે ટક્કર મારતા સ્કૂલ વાન ફંગોળાઈ પલ્ટી મારી ગઈ
કારની અંદર 10 બાળકો હતાં
જેમાં એકને થઈ ગંભીર ઈજા#Surat #suratnews #caraccident #ACCIDENT #Viral #ViralVideo #schoolvan #children #Gujarat #GujaratiNews #Humdekhengenews pic.twitter.com/hzb4HePLQ6— Hum Dekhenge News (@humdekhengenews) September 13, 2022
ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂલ વાન 20-30ફૂટ દૂર ઢસડાયા બાદ પલટી મારી ગઈ હતી. અકસ્માત થયો ત્યારે સ્કૂલ વાનમાં 10 બાળકો બેઠાં હતાં. તે તમામ ગભરાઈ ગયા હતા. એક નાની વિદ્યાર્થીનીને ગંભીર ઈજા થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. કીઆ કાર પણ લેફ્ટ સાઈડ ટર્ન મારી ગઈ હતી. કીઆના ચાલક અને રાહદારીઓ તરત જ સ્કૂલ વાન તરફ દોડી ગયા હતા. વાન પલટી મારી ગઈ હોય અંદર બેઠેલો ડ્રાઈવર અને વિદ્યાર્થીઓને બહાર નીકળવામાં મુશ્કેલી થઈ રહી હતી. સા
ઈજાગ્રસ્ત 4 બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં વાલીઓ દોડી આવ્યા હતા. કીઆ ચાલકની સામે લોકોએ ફીટકાર વરસાવ્યો હતો. અકસ્માતની જાણ થતાં ખટોદરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. સ્કૂલ વાનના ડ્રાઈવરની ફરિયાદ લઈ ખટોદરા પોલીસના એમ.વી. રાઠોડે તપાસ હાથ ધરી છે. રાઠોડે કહ્યું કે, જીજે-05-RN-3523 કિઆ કાર અને શારદાયતન વિદ્યાલયની સ્કૂલ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક બાળકી ઈજાગ્રસ્ત છે. તેની સારવાર ચાલી રહી છે.