ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતઃ મનપાના પૂર્વ શાસક પક્ષના નેતાના ભાઈની દાદાગીરી, કેળાની લારીવાળા દિવ્યાંગને ડંડાથી ફટકાર્યો

Text To Speech

સુરતમાં થોડા દિવસોથી જાહેરમાં માર મારવાની ઘટનાઓ વધી રહી છે. વકીલ પર હુમલો થયાના ગણતરીના દિવસોમાં જ ડીંડોલીમાં કેળા વેચતા કિશોરને જાહેરમાં ડંડા ફટકારવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના ભૂતપૂર્વ શાસક પક્ષના નેતાના ભાઈએ કાયદો હાથમાં લઈને દિવ્યાંગ કિશોરને જાહેરમાં ડંડા ફટકાર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ડીંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાહેરમાં ડંડાવાળી
ડીંડોલી વિસ્તારમાં આવેલા ઓમ નગર ખાતેના જાહેર રસ્તા પર એક કિશોર લારી લઈને કેળાનું વેચાણ કરતો હતો. આ દરમિયાન સુરત મહાનગરપાલિકાના ભૂતપૂર્વ શાસક પક્ષના નેતા દયા શંકરસિંઘના ભાઈ કૃપાશંકર હાથમાં લાકડી સાથે ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ કેળાનું વેચાણ કરતા કિશોરને ત્યાંથી દૂર જતો રહેવાનું કહી તેના પર લાકડી લઈને તૂટી પડ્યા હતા. એક પછી એક લાકડીના ફટકા યુવકને માર્યા હતા જેથી આસપાસમાં લોકો પણ અચંબીત થઈ ગયા હતા.

વીડિયો વાયરલ થયો
નગરસેવક દયાશંકર સિંઘના ભાઈ કૃપાશંકર દ્વારા એક સામાન્ય લારી વાળાને અને તે પણ દિવ્યાંગ પર લાકડી વડે માર મારવાની ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા મોબાઈલમાં વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. જેના કારણે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સમગ્ર ઘટના અંગે ડીંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button