ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતવીડિયો સ્ટોરી

સુરત ટેક્સટાઈલ માર્કેટ આગઃ ચોથા અને પાંચમા માળની અનેક દુકાનના સ્લેબ થયા ધરાશાયી

Text To Speech

સુરત, તા. 27 ફેબ્રુઆરી, 2025: શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ પર 30 કલાકની જહેમત બાદ કાબૂ મેળવાયો છે. જોકે ચોથા અને પાંચમા માળે જવું અત્યંત જોખમી બન્યું છે. કેટલીક દુકાનોના સ્લેબ ધરાશાયી થઈ રહ્યા છે. આ ઉપરાંત કેટલીક દુકાનોમાંથી ગમે ત્યાં પોપડા ખરી રહ્યા છે. આગની ઝપેટમાં 800થી વધુ દુકાનો આવી હતી. જેમાં 450થી વધુ દુકાન સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ જતાં વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે.

ફાયર ઓફિસરે કહ્યું કે,  બિલ્ડિંગની સ્ટ્રેન્થ નબળી પડી રહી છે. એક જગ્યાએ થોડો સ્લેબ નમી ગયો હોય તેમ લાગે છે. બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. આગના કારણે ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારની તમામ દુકાનોનો વેપાર બંધ રહેતા વેપારીઓને ભારે નુકસાની વેઠવાની વારો આવ્યો હતો. જેમાં વેપારીઓએ 500 થી વધારે કરોડનું નુકસાન થયું હોવાનું જણાવ્યું છે.

સુરતના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, ફાયરબ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવા સતત પ્રયત્ન કરી રહી છે. કોઈપણ પ્રકારની દુર્ઘટના રોકવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરવામાં આવી છે. કેટલા કરોડનું નુકસાન થયું તે આગ નિયંત્રણમાં આવ્યા બાદ જ ખબર પડશે.

શિવશક્તિ માર્કેટમાં આગ લાગવાના કારણે વેપારીઓના પગતળેથી જમીન ખસી ગઇ હતી. આટલી મોટી ઘટનામાં વેપારીને આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા હતા. જેમાં એક વેપારીને ભારે નુકસાન થતા તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. કાપડના વેપારીઓ રડમસ ચહેરે એકબીજાને દિલાસો આપતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી શૈક્ષણિક વર્ષથી આ ધોરણના પાઠ્યપુસ્તકોમાં થશે ફેરફાર

Back to top button