ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

30 કલાકે કાબુમાં આવી સુરત ટેક્સટાઈલની આગ, નુકસાન જોઈ વેપારીઓની આંખો ભીની થઈ

Text To Speech

સુરત, 27 ફેબ્રુઆરી, 2025: સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઊઠી હતી. જોત જોતમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગ 30 કલાક બાદ કાબૂમાં આવી છે અને હાલ કૂલિંગની કામગીરી ચાલી રહી છે. જોકે આ વિનાશકારી આગમાં ચાર માળના બિલ્ડિંગમાં આવેલી 450 દુકાનો ખાક થઈ ગઈ છે. રાત્રિના ભયાવહ આગનાં દૃશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયાં છે. ત્યાર સુધીમાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થઈ ચુક્યું છે.

ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે ઓળખાતા સુરતમાં શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ લગભગ 30 કલાક બાદ કાબૂમાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, પોલીસ કમિશનર સહિતનાએ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ જાણી હતી. 800થી વધુ દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ હતી, જે વેપારીઓની દુકાન આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી તેવા કેટલાક વેપારીઓ રડી પડ્યા હતા. 450 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. ત્યારે ભીષણ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધા બાદ હાલ કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આગને કાબૂમાં લેવા માટે 40 લાખ લિટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરતના મ્યુનિસિપલ કમિશ્નર શાલીની અગ્રવાલે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ ભીષણ આગમાં અંદાજે 30થી 40 કરોડનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

આ પણ વાંચો..રોજગારીની તક વધશેઃ અમેરિકન ફાર્મા ઉત્પાદક મર્ક ભારતમાં વર્કફોર્સ વધારશે

Back to top button