સુરત : સ્પીડમાં વાહન ચલાવનારની હવે ખેર નહિ, સુરત પોલીસને સરકારે આપી નવી 30 લેઝર સ્પીડ ગન
- સુરત પોલીસને 30 નવી લેઝર સ્પીડ ગન ફાળવવામા આવી
- શહેરના જુદા જુદા 30 જેટલા રૂટ પર પોલીસ રહેશે તૈનાત
- ઓવરસ્પીડમાં વાહન ચલાવનારો પર થશે દંડનાત્મક કાર્યવાહી
સુરતમાં ઓવર સ્પીડમાં વાહન ચલાવતા હોય તો હવેથી ચેતી જજો.કારણ સરકાર તરફથી સુરત પોલીસને 30 નવી લેઝર સ્પીડ ગન આપવામા આવી છે. જેથી હવેથી કોઈ પણ ઓવરસ્પીડમાં વાહન ચલાવતા પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામા આવશે.
સુરત પોલીસને 30 નવી લેસર સ્પીડ ગન મળી
સુરતમાં ઓવરસ્પીડમાં વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્દ સુરત ટ્રાફિક પોલીસ લેઝર સ્પીડ ગનની મદદથી કાર્યવાહી કરશે. આ માટે સુરત પોલીસને સરકાર તરફથી સુરત પોલીસને 30 નવી લેઝર સ્પીડ ગન ફાળવવામા આવી છે.વાહનોની ગતિ મર્યાદોને જાળવવા માટે સુરત શહેરના અલગ અલગ પોઇન્ટ પર સ્પીડ ગન સાથે પોલીસ તૈનાત રહેશે.
ઓવરસ્પીડમાં વાહન ચલાવનારોને સામે કાર્યવાહી
મહત્વનું છે કે ઓવરસ્પીડને કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે. અગાઉ પણ ઓવસ્પીડને કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. ત્યારે શહેરમાં બફામ વાહન ચલાવતા વાહનચાલકો પર લેસર સ્પીડન ગમ મારફતે ચાંપતી નજર રાખવામાં આવશે. અને જો કોઈ વાહન ચાલક સ્પીડ મર્યાદાથી વધારે સ્પીડમાં વાહન ચલાવશે તો તેની સામે કાર્યવાહી કરવામાા આવશે. અને ઓવર સ્પીડમાં વાહન ચલાવતા વાહન ચાલકને ઈ ચલણ થકી દંડ ભરવો પડશે. શહેરમાં કેટલાક પોઈન્ટ પર આ લેઝર સ્પીડ ગન સાથે ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે. આ લેસર સ્પીડ ગનને કારણે સુરતમાં રસ્તાઓ પર વાહનોની ગતિ મર્યાદાને જાળવવામાં મોટી મદદ મળશે.
આ પણ વાંચો : સુરત : સાડા ત્રણ વર્ષની દીકરીનું અંગ્રેજી સાંભળી લોકો થયા આશ્ચર્યચકિત