ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરતમાંથી ફરી ઝડપાયું ડ્રગ્સ, 4 આરોપી સાથે 60 લાખનું MD ડ્રગ્સ જપ્ત

Text To Speech

સુરત SOGએ સચિન વિસ્તારમાંથી 600 ગ્રામ જેટલુ MD ડ્રગ્સ ઝડપી લીધુ છે. SOGએ ડ્રગ્સના જથ્થા સાથે 4 શખ્સની ધરપકડ કરી છે. આ 4 શખ્સો મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં વેચાણ કરતા હતા. પોલીસે આશરે 60 લાખની કિંમતના 590 ગ્રામ ડ્રગ્સને જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં પોલીસ કમિશનર અજય તોમર દ્વારા યુવાધનને નશાની ચુંગાલમાંથી બહાર કાઢવા માટે વર્ષ 2020થી સુરતમાં No Drugs in Surat City કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યુ છે. છેલ્લા બે વર્ષથી સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર ડ્રગ્સ તથા ગાંજાની હેરાફેરી કરતા લગભગ 200 જેટલાં વ્યક્તિઓને પકડી તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આજે વધુ ચાર આરોપીઓને ડ્રગ્સના આરોપમાં સુરત સચિન પાસેના કપલેઠા પાસેથી પકડવામાં આવી છે. તેમની પાસેથી સુરત એસ. ઓ. જી. પોલીસે 600 ગ્રામ એમડી ડ્રગ્સ પકડી પાડ્યું છે. જેની કિંમત આશરે 60 લાખ રૂપિયા જેટલી છે.

સુરત પોલીસ કમિશનર અજય તોમરે આ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે પોલીસની કડક કાર્યવાહીને કારણે મોટા ભાગના ડ્રગ્સના આરોપીઓ હાલ જેલના સળીયા ગણી રહ્યા છે. એટલું જ નહીં હાલ ડ્રગ્સની કિંમતોમાં પણ 15 થી 20 ટકા વધી ગઈ હોવાની ચોંકાવનારી વાત પણ પોલીસ કમિશનરે કહી હતી.

MD ડ્રગ્સ
MD ડ્રગ્સ

હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો હોય, અને પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોય એ તકનો લાભ લઇ સુરતમાં કોટ વિસ્તારમાં રહેતા આરોપીઓએ મુંબઈથી ડ્રગ્સ સુરત લાવી રહ્યા હતા. એસ. ઓ. જી. પોલીસે બાતમીના આધારે તેઓને પકડી પડ્યા હતા. તેમની પાસેથી પોલીસે 600 ગ્રામ ડ્રગ્સ, સ્વીફ્ટ ગાડી, રોકડા મળીને કુલ 66.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અઝરુદ્દીન શેખ, રિઝવાન શેખ, તોહીદ શેખ, ઈમરોજ શેખ આ ચારેય આરોપીઓ સુરત શહેરના કોટ વિસ્તારના રહેવાસી છે. મુખ્ય આરોપી અઝરુદ્દીન ઉપર અગાઉ પ્રોહીબિશન ના કેસ થઈ ચૂક્યા છે. જ્યારે રિઝવાન ઉપર મારામારી ના કેસ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત ડ્રગ્સ મંગાવનાર સાત લોકોના પણ નામ ખુલ્યા છે. જેમાં સૈયદ સોહેલ, અદનાન બાવા, ચંદન, અરિહંત, પપ્પુ, મઝહર ખાન, તૌફિક કાલા છે. પકડાયેલા આરોપીઓ મુંબઇના મોહંમ્મદ અલી રોડ પરથી ડ્રગ્સ લઈને આવતા હતા. તેઓ ગાડીમાં ડ્રગ્સ સંતાડીને સુરતમાં પ્રવેશે તે પહેલા પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ કમિશનરે જણાવ્યુ હતું કે ભવિષ્યમાં પણ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button