રાજ્યભરમાં રસ્તાની ખરાબ હાલતના કારણે સતત ચર્ચાઓ થઈ રહી છે ત્યારે સુરત મહાનગર પાલિકાએ લોકોને આશ્વન આપવાના હેતુસર આગામી ત્રણ દિવસમાં તમામ રોડ રસ્તા રિપેર થઈ જશે તેવી વાત કરી છે. ત્યારે અમદાવાદ સહિત અન્ય શહેરમાં તંત્ર ક્યારે જાગશે તે જોવાનું રહેશે. તેમજ મોટો પ્રશ્ન તો એ પણ છેકે આ રસ્તાઓ કેટલા ગુણવત્તા ભર્યા રિપેર થશે અને કેટલો ટાઈમ આ રોડ ટકશે? રાજ્યની અંદર તમામ રોડ રસ્તા ધોવાણ થયું છે તો તેને શું કરવામાં આવશે ?
શું કહ્યું સુરત મનપા અધિકારીઓએ ?
આજે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ પત્રકાર પરિષદનું સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સુરત શહેરના જે રસ્તા ધોવાણ થયા છે તે ત્રણ દિવસની અંદર સંપૂર્ણપણે રીપેર કરવા માટે તંત્ર કામે લાગશે. પાલિકાના કમિશનરે એ પણ જણાવ્યું હતું કે નોન ડીએલપી રોડ પાલિકાના ખર્ચે કરવામાં આવશે. રીપીટ અને ડીએલપીરોડ જે છે તે કોન્ટ્રાક્ટરના જ ખર્ચે રીપેરીંગ કરવા માટે પાલિકા દ્વારા સૂચના આપી દેવામાં આવી છે તો હવે જોવું રહ્યું કે જે રોડ રસ્તા છે તેનું ફરી ધોવાણ થાય છે કે નહીં. આટલા મોટા પ્રમાણમાં રોડના ધોવાણ થાય છતાં પણ પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને બચાવતા હોય તે રીતે જવાબ અપાતા હોય છે.
ખાસ વાત એ છેકે રાજ્યમાં તમામ શહેરોમાં દર વર્ષની જેમ ચોમાસુ આવતાની સાથે જ શહેરોના મોટાભાગના રોડ રસ્તાનું ધોવાણ થતું હોય છે. મોટા મોટા ખાડા પડી જતા હોય છે જેથી શહેરીજનોએ ચોમાસાના બે મહિના ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને ક્યારેક તો અકસ્માતના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. આમ પહેલા ચોમાસાની અંદર જ જે ધોવાણ થયું છે તેને લઈને નાના-મોટા અકસ્માતના કિસ્સાઓ સતત સામે આવતા હોય છે અને ગાડીઓને પણ ભારે નુકસાન પહોંચતું હોય છે.
#ahmedabad માં વરસાદના કારણે રસ્તા ખરાબ થતાં તંત્રએ કહ્યું સ્માર્ટ સિટી એટલે સોનાના રસ્તા ન હોય
– પણ લોકોને થઈ રહેલી તકલીફનું શું ?
– #AMC વોટર અને ડ્રેનેજ કમિટિના ચેરમેન જતીન પટેલના જવાબ સામે લોકોમાં રોષ @AmdavadAMC @kiritjparmarbjp #Monsoon2022 #Ahmedabad #JatinPatel pic.twitter.com/9DWZFd5bYD— Hum Dekhenge News (@humdekhengenews) July 9, 2022
રોડ રસ્તા ધોવાણને લઈને લોકો દ્વારા પ્રશાસન સામે સતત સવાલો કરવામાં આવે છે ત્યારે અમદાવાદમાં અધિકારી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, સ્માર્ટ સીટીમાં રસ્તા સોના ના હોય. પણ સામાન્ય જનતાને ગાડી ચલાવી શકાય અને પોતે રસ્તા પર સીધી રીતે ચાલી શકે તેવા રસ્તાની જરૂર છે. પણ તંત્ર બેઝિક કામગીરીમાં પણ તંત્ર યોગ્ય રીતે કામ કરી શકતું નથી.
અમદાવાદ : ધોધમાર વરસાદ વચ્ચે નિકોલમાં રસ્તા પર પાણી ભરાયા
રસપાન ચોકડી પાસે પાણી ભરાયાપાણી ભરાતા એક સાથે બે ટ્રક ફસાઈ#ahmedabadrain #ahmedabad #GujaratRains #AMC#Monsoon2022 #rain #Gujarat #gujaratinews #humdekhengenews @kiritjparmarbjp @AMCAhmedabad @AmdavadAMC pic.twitter.com/wrqUkrXLWt
— Hum Dekhenge News (@humdekhengenews) July 8, 2022
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ જાગ્યા અને જણાવ્યું કે સુરત શહેરની અંદર જે રોડ રસ્તા ધોવાણ થયા છે તે ત્રણ દિવસની અંદર તમામ રોડ રસ્તા રીપેર કરવામાં આવશે પણ મહત્વની વસ્તુ એ છે કે હજી તો ચોમાસું બાકી છે ત્યારે ફરીથી આ રોડ રસ્તા ધોવાણ ન થાય તેની ખાતરી શું? સુરત શહેરના અલગ અલગ 72 જંકશન પર રોડનું ધોવાણ થયું છે.
આ ઉપરાંત લોકોનો સવાલ એ પણ છે કે, અધિકારીઓ અને પદાધિકારીઓ ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરોને છાવરતા અથવા તો બચાવવા માટે પ્રયત્ન કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આટલા મોટા રોડ રસ્તા ધોવાણ થાય છે છતાં પણ તે કોન્ટ્રાક્ટર સામે કોઈ નોટિસ કે કોઈ પગલા નથી લેવામાં આવતા માત્ર તેના ખર્ચે રીપેરીંગ કરવામાં આવતો હોય છે તે જ ઘણું બધું કહી જાય છે. હાલમાં તો પાલિકા દ્વારા જે આશ્વાસન આપ્યું છે કે ત્રણ દિવસની અંદર તમામ રોડ રસ્તા રીપેર થશે પણ અમદાવાદ રાજકોટ શહેર સહિત બીજા સ્થાનો પર તંત્ર ક્યારે જાગશે ?
આ પણ વાંચો : અમદાવાદ: વોટર અને ડ્રેનેજ કમિટિના ચેરમેન જતીન પટેલના જવાબ સામે લોકોમાં રોષ, શું છે લોકોના પ્રશ્નો