એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલ

સુરતઃ મુસ્લિમ બાળકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસમાં સ્કૂલનો પ્રિન્સિપાલ ઝડપાયો

Text To Speech

સુરત, 16 નવેમ્બર, 2024: સુરતમાં કોચિંગ ક્લાસના નામે મુસ્લિમ બાળકોને ભડકાવવાનો અને તેમને ગેરમાર્ગે દોરવાના આરોપસર પોલીસે સુલેમાન શેખ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે.

મળતા અહેવાલ મુજબ, સુલેમાન શેખે સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસિસ શરૂ કરવાની જાહેરાત કરતી પત્રિકાઓ બહાર પાડી હતી અને તેમાં તેણે જે ઉદ્દેશ્યો લખ્યા છે તે અત્યંત વાંધાજનક અને સમાજ વિરોધી છે. સુરત પોલીસના હાથમાં આ પત્રિકા આવી જતાં પોલીસે તત્કાળ પગલાં લઈને સુલેમાનને ઝડપી લીધો હતો.

સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસિસના આ સંચાલકની ધરપકડ બાદ તેની પૂછપરછ કરવામાં આવી તો તેણે તેના જમાઈ સાથેના ઝઘડાનું બહાનું કાઢ્યું હતું અને કહ્યું કે પોતે તેના જમાઈ સાથે બદલો લેવા માગતો હતો. જોકે તેણે પત્રિકામાં જે મુદ્દા લખવામાં આવ્યા છે તેમાં જમાઈ સાથેના ઝઘડાને કશી લેવાદેવા હોય એવું લાગતું જ નથી અને પોલીસ પણ સુલેમાનના બહાનાને માનવા તૈયાર નથી.

ક્લાસિસના નામે - HDNews
ક્લાસિસના નામે –

ક્લાસિસની જાહેરાત કરતી પત્રિકામાં કેટલાક અત્યંત વાંધાજનક મુદ્દા લખવામાં આવ્યા છે. જેમ કે, મુસ્લિમ વિરોધી સંગઠનો સામે ટકી રહેવાની ટ્રિક, ભાજપ, આરએસએસ, બજરંગ દળ, શિવસેના જેવાં સંગઠનોને જડથી ઉખાડવાની ટ્રિક, પોતાની (અર્થાત મુસ્લિમોની) પુત્રીઓને બજરંગ દળ તથા અન્ય સંગઠનોના છોકરાઓથી બચાવવાની ટ્રિક વગેરે.

આ પત્રિકામાં ક્લાસિસમાં શિખવાડવા આવનાર કથિત સાહેબોનાં નામ અને ફોન નંબર પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 1 કરોડનું MD ડ્રગ્સ સપ્લાય કરનારાની મુંબઈથી ધરપકડ

Back to top button