- ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેનની જાહેરાત થઇ
- સ્ટેન્ડિંગના 11 સભ્યોની મેન્ડેટ પ્રમાણે જાહેરાત
- આજે સામાન્ય સભામાં નામની જાહેરાત થઇ છે
આજે ગુજરાતના સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરને નવા મેયર મળ્યા છે. જેમાં સુરતમાં મેયર પદે દક્ષેશ માવાણીની વરણી કરવામાં આવી છે. જેમાં ડેપ્યુટી મેયર પદે નરેશ પાટીલ વરણી થઇ છે. તેમજ પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠી નિમાયા છે. તથા દંડક તરીકે ધર્મેશ વાણીયાવાલાની નિમણૂક થઇ છે.
નયના પેઢરીયા રાજકોટના નવા મેયર બન્યા
નયના પેઢરીયા રાજકોટના નવા મેયર બન્યા છે. જેમાં નવા ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા નિમાયા છે. તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે જયમીન ઠાકરની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટમાં મેયર પદની રેસમાં 4થી 5 મહિલા નગરસેવકોના નામ રેસમાં હતા. તેમાંથી નયના પેઢરીયાના નામ પર મહોર વાગી છે. શહેરમાં મેયર પદની રેસમાં 4થી 5 મહિલા નગરસેવકોના નામ રેસમાં હતા. ત્યારે રાજકોટ મેયર પદ માટે દર્શના પંડ્યા, નયના પેઢરીયાનું નામ ચર્ચામાં હતુ. જ્યોત્સના ટીલાળા, ભારતી પરસાણાનું નામ પણ ચર્ચામાં હતા. વર્ષા રાણપરા, દર્શના પંડ્યાનું નામ પણ લેવામાં આવી રહ્યું હતુ. ત્યારે આજે નયના પેઢરીયા રાજકોટના નવા મેયર બન્યા છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આવતી કાલથી શરૂ થશે, જાણો કેવી હશે પેપરલેસ સેવાઓ
ભરત બારડ ભાવનગરના નવા મેયર બન્યા
ભરત બારડ ભાવનગરના નવા મેયર બન્યા છે. તેમજ ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખની નિમણૂક કરવામાં આવી છે. તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુ રાબડીયા તથા શહેરના દંડક ઉષા બધેકા બન્યા છે. ત્યારે પક્ષના નેતા પદે કિશોર ગુરુમુખાણીની વરણી થઇ છે. જામનગરના નવા મેયર તરીકે વિનોદ ખીમસુરીયા અને ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્નાબેન સોઢાના નામની જાહેરાત થઇ છે. આ ઉપરાંત બંને શહેરોમાં સ્ટેન્ડિંગ કમિટીના 12-12 સભ્યો અને ચેરમેનના નામની જાહેરાત કરાઇ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં હથિયારો વેચવાના કૌભાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો
પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ પ્રદેશ મોવડી મંડળે હોદ્દાદારોના નામ પર મહોર લગાવી
ભાજપ નિરીક્ષકો દ્વારા હાથ ધરવામાં આવેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદ દ્વારા ભલામણ કરવામાં આવેલા નામોની એક યાદી બનાવવામાં આવી હતી. જે યાદીને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક રજૂ કરવામાં આવી હતી. પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ પ્રદેશ મોવડી મંડળે હોદ્દાદારોના નામ પર મહોર લગાવી દીધી હતી.