સુરત રેલવે સ્ટેશન મુસાફરોથી ઉભરાયું, ટ્રેનમાં ચડતાં ધક્કામુકી થતાં પાંચ બેભાન, એકનું મૃત્યુ


સુરતઃ (Diwali)દિવાળીનો તહેવાર હોવાથી લોકો વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે.(Surat railway station) રાજ્યમાં મોટા શહેરોમાં બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. (stamped)ત્યારે આજે સુરતમાં મુસાફરોનું કીડિયારુ ઉભરાયું હતું. રેલવે સ્ટેશન પર વતન જવા માટે ટ્રેનમાં બેસવા માટે મુસાફરોએ ધક્કામુક્કી કરી મુકી હતી. જેમાં પાંચેક જેટલા લોકો દબાઈ જવાના કારણે શ્વાસોશ્વાસની ક્રિયાને અસર થતાં ઢળી પડ્યાં હતાં. (traveler crowd )તેમને ત્યાં હાજર પોલીસ જવાનો દ્વારા સીપીઆર આપીને બચાવવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન બે મુસાફરોની હાલત ગંભીર થતાં 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમિયાન એક યુવકને મૃત જાહેર કરાયો હતો.
મુસાફરોના ભારે ઘસારા વચ્ચે પાંચેક લોકો બેભાન થયા હતાં
સુરત શહેરમાંથી બે દિવસથી પરપ્રાંતિયો વતન જવા માટે પ્રયાણ કરી રહ્યાં છે. આજે ટ્રેનની ક્ષમતાં કરતાં બમણાં લોકો પ્લેટફોર્મ પર પહોંચી ગયા હતાં અને એકદમ અરાજકતા ભર્યો માહોલ સર્જાયો હતો. ટ્રેનમાં બેસમા માટે ભારે ધક્કા મુક્કી થઈ હતી અને ભાગદોડની સ્થિતિ ઉભી થઈ હતી. આ દરમિયાન પાંચેક લોકોને દબાઈ જવાના કારણે શ્વાસોશ્વાસમાં તકલીફ થઈ હતી અને તેઓ અચાનક ઢળી પડ્યાં હતાં. તેમને પોલીસ જવાનોએ સીપીઆર આપ્યો હતો. પરંતું બે લોકોની હાલત વધુ ગંભીર હોવાને કારણે તેમને હોસ્પિટલ ખસેડવા પડ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન અંકિત બીરેન્દ્રસિંગ નામના યુવકનું મૃત્યુ થયું હતું. બિહાર છપરા ટ્રેનમાં યુવક વતન જઈ રહ્યો હતો. મુસાફરોના ભારે ઘસારા વચ્ચે બેભાન થતાં મહિલા સહિત બે લોકોને સારવાર અર્થે ખસેડવમાં આવ્યા હતાં.