ગુજરાતટોપ ન્યૂઝ

સુરત: ભાજપના નેતા સામે લોકોમાં આક્રોશ, ગણેશ ભક્તોએ લગાવ્યા મુર્દાબાદના નારા

Text To Speech

સુરતમાં ભાજપના કાર્યકરોએ ધારાસભ્ય સંગીતા પાટીલની હાય હાય બોલાવી છે. જેમાં લિંબાયત વિસ્તારના સંજય નગર સર્કલના ગણેશ આયોજક પાસે રુટની પરવાનગી હોવા છતાં પોલીસે રુટ પર ન જવા દેતાં ગણેશ ભક્તોએ ધારાસભ્ય અને શાસક પક્ષના નેતાઓનો વિરોધ કર્યો છે. જેમાં રુટની પરવાનગી હોવા છતાં પોલીસ ધારાસભ્ય અને શાસક પક્ષ નેતાના ઈશારે રુટ પર રોકવામાં આવ્યા હોવાનો વિરોધ કર્યો હતો.

 

સંગીતા પાટીલ અને અમિત રાજપુતની હાય હાય બોલાવી

લિંબાયતના સંજયનગરના ગણેશ આયોજક પાસે સંજયનગરથી સુભાષનગર થઈને ઉધના તરફ જવા માટે રુટની પરવાનગી હોવા છતાં પોલીસે તેમને અટકાવી સીધા ઉધના દરવાજા તરફ જવા માટેની ફરજ પાડી હતી. જેના કારણે આયોજકો ગુસ્સે ભરાયા હતા. જેમાં પોલીસ ધારાસભ્ય સંગીતા પાટીલ અને શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપુતના ઈશારે આ કામ કરી રહી હોવાનો આક્ષેપ કરીને સંગીતા પાટીલ અને અમિત રાજપુતની હાય હાય બોલાવી હતી.

ધારાસભ્ય સંગીતા પાટીલ

પાટીલ ગ્રુપના છોટુ પાટીલ અને જીજ્ઞેશ પાટીલને ગણેશ ઉત્સવમાં આમંત્રણ

સંજય નગર વિસ્તારના ગણેશ આયોજકે ભાજપના જ પાટીલ ગ્રુપના છોટુ પાટીલ અને જીજ્ઞેશ પાટીલને ગણેશ ઉત્સવમાં આમંત્રણ આપ્યું હતું. પરંતુ ધારાસભ્ય, સંગીતા પાટીલ અને શાસક પક્ષ નેતા અમિત સિંહ રાજપુતને આમંત્રણ ન આપ્યું હોવાથી તેમને અટકાવ્યા હોવાનો આક્ષેપ થતાં રાજકારણ ગરમાયું છે. ભાજપના જ કાર્યકરોને ભાજપના જ નેતા હેરાન કરતા હોવાની વાત બહાર આવતાં લિંબાયતમાં રાજકારણ ગરમાયું છે.

Back to top button