ગુજરાતદક્ષિણ ગુજરાત
સુરત : પુણા પોલીસ સ્ટેશનના PSI રૂ.1.30 લાખની લાંચ લેતા ઝડપાયા


સુરતમાં લાંચ લેવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના પુણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ દ્વારા રૂ.1.30 લાખની લાંચ લેવામાં આવતી હોય જે અંગે એસીબીને જાણ કરવામાં આવતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પીએસઆઈ આબાદ ઝડપાઈ ગયા હતા. તેની સાથે એક વચેટીયાને પણ પોલીસે રંગેહાથ દબોચી લીધો હતો.


શા માટે માંગવામાં આવી હતી લાંચ ?
મળતી માહિતી મુજબ, પુણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લક્ઝરી બસમાંથી દારૂ ઝડપાયો હતો. દારૂના કેસમાં ઝડપાયેલા આરોપીને ટ્રાવેલ્સના માલિક વિશે માહિતી મેળવી હતી. લક્ઝરી બસના માલિકનો સંપર્ક થતા તેમણે આ કેસમાં તેમનું નામ ન લખવા માટે પીએસઆઈ જયદીપસિંહ રાજપુતને વિનંતી કરી હતી તેની સામે રાજપુતે રૂ. 5 લાખની માંગણી કરી હતી. પરંતુ વાટાઘાટોના અંતે રૂ.3 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. રૂ. 3 લાખની લાંચ નક્કી થયા બાદ 1.70 લાખ રૂપિયા લઈ લીધા હતા. જ્યારે કે બીજા રૂ.1.30 લાખ લેવાના હોય તે રકમ ફરીયાદી આપવા ગયા હતા ત્યારે જયદીપસિંહ રાજપુતના ખાનગી વ્યક્તિ જીયાઉદ્દીન અબ્દુલ રહીમ સૈયદ ઉર્ફે જીવાએ આ રકમ સ્વીકારતા જ તેને એસીબીએ આબાદ ઝડપી લીધો હતો.