ગુજરાતટોપ ન્યૂઝ

સુરત: વડાપ્રધાન મોદી ડાયમંડ બુર્સનું કરશે લોકાર્પણ

Text To Speech

સુરતમાં ડાયમંડ બુર્સનું 100 ટકા કામ પૂર્ણ થયુ છે. તેવામાં આજે ભાજપના સીઆર પાટીલે સુરતમાં એરલાઇન્સ કંપનીના ઉદ્ધઘાટનમાં મોટી વાત કહી છે. જેમાં સીઆર પાટીલે જણાવ્યું છે કે વડાપ્રધાન મોદી ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે.

આ પણ વાંચો: ગીરની કેસર કેરીને લઇ આવી ગયા ખુશીના સમાચાર

ડાયમંડ બુર્સ સુરતને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ અપાવશે

સીઆર પાટીલે વધુમાં જણાવતા કહ્યું છે કે ડાયમંડ બુર્સ સુરતને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ અપાવશે. સુરતમાં ડાયમંડ બુર્સનું 100 ટકા કામ પૂર્ણ થયુ છે. ડાયમંડ બુર્સનું હાલ તો વહેલી તકે ઉદ્ઘાટન થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: વર્લ્ડ હિયરીંગ ડે: મુખ્યમંત્રીએ કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાવેલા બાળકો સાથે સંવાદ કર્યો

વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે આવશે

સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું બુર્સ છે. અહીં મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતાં ચાર ગણી મોટી ઓફિસો સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર કરવામાં આવી છે. જ્યાં વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે આવશે. સૌથી અગત્યની વાત છે કે આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે.

આ પ્રોજેક્ટ પર વિશ્વના તમામ હીરા કિંગની નજર

મહત્વાકાંક્ષી પ્રોજેકટ સુરત ડાયમંડ બુર્સ વિશ્વને સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરતને મળવા જઈ રહ્યું છે. જે તૈયાર થઇ ગયું છે. સુરત ડાયમંડ બુર્સ વહેલી તકે શરૂ થાય તેવા પ્રયત્નો કરાયા છે. દેશ અને વિદેશના 4,000થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પુરો કર્યો છે. આ પ્રોજેક્ટ પર વિશ્વના તમામ હીરા કિંગની નજર છે.

Back to top button