સુરતમાં ભાજપના મહિલા મોરચાના વોર્ડ પ્રમુખે કર્યો આપઘાત
સુરત, તા.1 ડિસેમ્બર, 2024: ડાયમંડ નગરી સુરતમાં દિવસેને દિવસે આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ-30ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ 34 વર્ષીય દીપિકા પટેલે તેના ઘરે આત્મહત્યા કરી હતી. કયા કારણે આપઘાત કર્યો તે હજુ સામે આવ્યું નથી.
ભાજપના નેતાના આપઘાતના સમાચાર મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આપઘાત કરનાર દીપિકાબેનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે મૃતકના પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ કરવામાં આવી છે.
View this post on Instagram
મૃતકના એક સંબંધીએ જણાવ્યું કે સમાજ સેવા પણ કરતા હતા. તેમણે કહ્યું કે અમને હત્યાની આશંકા છે. તેમણે કહ્યું કે દીપિકાબેનના પરિવારજનો અને બાળકો ઘરે હતા. તેમણે કહ્યું કે મૃતક મહિલાના પતિ ખેતરે હતા. જ્યારે તેમના રૂમમાં સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગભાઈ અને આકાશભાઈ નામના વ્યક્તિ હતા.
પોલીસે શું કહ્યું
ડીસીપી વિજયસિંહ ગજ્જરે જણાવ્યું હતું કે દીપિકા પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવશે. તેમણે કહ્યું કે મૃતકના પતિનો સાથે વાત કરવામાં આવી છે, હાલ તેમણે કોઈના પર આરોપ લગાવ્યો નથી. તો કોર્પોરેટર ચિરાગ પટેલે પોલીસને જાણ કર્યા વગર મૃતદેહ ઉતારવા અંગે તેમણે કહ્યું કે આ કોમન બાબત છે, ઘણી વાર આવું થાય છે.
View this post on Instagram
આ પણ વાંચોઃ ‘3 બાળકો હોવા જોઈએ’, મોહન ભાગવતના નિવેદન પર વિપક્ષે ઉઠાવ્યા સવાલ
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S