ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

થર્ટી ફર્સ્ટના છાકટાવેળા કરનાર માટે સુરત પોલીસની યુનિક સ્ટાઈલમાં ચેતવણી, જૂઓ શું છે

Text To Speech

સુરત, 31 ડિસેમ્બર : સુરત પોલીસ 31મી ડિસેમ્બરના અનુસંધાને એલર્ટ મોડમાં આવી ગઇ છે. સુરત પોલીસ દ્વારા શહેરભરમાં વાહન ચેકીંગ તેમજ હોટલ ચેકીંગ તથા પાર્ટી પ્લોટ કે જ્યાં 31મીની પાર્ટી ચાલતી હોય ત્યાં ડ્રોન કેમેરાથી પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન સુરત પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટના છાકટાંવેળા કરનાર માટે ફિલ્મી સ્ટાઈલમાં યુનિક મેસેજ આપ્યો હતો કે કોઈ ખોટા ખેલ કરવામાં આવ્યા તો આવી બનવાનું છે.

સુરત પોલીસે સોશિયલ મીડિયામાં એક ખૂબ જ સરસ પોસ્ટ કરીને છાકટાવેળા કરનારને ફિલ્મી સ્ટાઈલમાં ચેતવણી આપી હતી. પોલીસે પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજે 31મી ડિસેમ્બર છે, વર્ષનો છેલ્લો દિવસ ! તમને થશે જ કે ‘ચાલ જીવી લઇએ!’ અને તમે ‘ગ્રાન્ડ મસ્તી’ ભલે કરો પણ ‘ANIMAL’ બનીને ‘કમઠાણ’ મચાવ્યું તો અમે જરૂરથી કહીશું ‘ભલે પધાર્યા!’ – તમારી સુરત શહેર પોલીસ.

ગુજરાત પોલીસે પણ એક પોસ્ટ દ્વારા પ્યાસીઓને મેસેજ આપ્યો

આ પણ વાંચો :- જયપુરમાં ફરી ગેસ લીક, ફિલિંગ પ્લાન્ટમાં CO2 લીકેજથી અફરાતફરી મચી ગઈ

Back to top button