સુરતઃ સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર પોલીસની કાર્યવાહી, 25 યુવતીઓ સહિત 24 ગ્રાહક મળીને કુલ 52 લોકોની ધરપકડ


સુરતમાં સ્પાની આડમાં દેહવેપાર ચાલતો હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરતા થાઇલેન્ડની 12 સહિત 25 યુવતીઓ ઉપરાંત શરીરસુખ માણવા આવનાર 24 ગ્રાહક મળી કુલ 52 જણાની ધરપકડ કરી છે.
સુરતની ઉમરા પોલીસે ડુમસ રોડના બુધ્ધાસ થાઈ સ્પાની આડમાં ધમધમતા કૂટણખાના પર દરોડા પાડી, મેનેજર રાહુલ અશોક પરીડા ઉપરાંત શરીરસુખ માણવા આવનાર ચાર કોલેજીયન વિદ્યાર્થી સહિત 6 ગ્રાહક અને થાઇલેન્ડની છ લલનાને ઝડપી પાડી રૂ. 14,000 નો મુદ્દામાલ કબજે લીધો હતો. જયારે સ્પા માલિક શશી શંકર ખેરનારને વોન્ટેડ જાહેર કર્યો હતો.
આ ઉપરાંત વેસુ વીઆઇપી રોડના ફિલ્ડ કોમ્પ્લેક્ષમાં આવેલા લક્કી સ્પામાં દરોડા પાડી માલિક સૈયનાદ સમીર પઠાણ તથા 7 લલના અને 6 ગ્રાહકને ઝડપી પાડી રૂ. 9300નો મુદ્દામાલ તથા પાર્લેપોઇન્ટના પથીક એપાર્ટમેન્ટમાં હેપ્પી સ્પામાં દરોડા પાડી મેનેજર નવીન અમૃતલાલ વર્મા સહિત 4 ગ્રાહક અને 4 લલનાને ઝડપી પાડી 3 મોબાઇલ સહિત રૂ. 44,000 નો મુદ્દામાલ કબજે લીધો હતો.
જયારે એએચટીયુની ટીમે વેસુ વીઆઇપી રોડ સ્થિત રઘુવીર બિઝનેશ પાર્કના થાઈ સ્પામાં દરોડા પાડી મેનેજર મુકેશ વિજય પટેલ ઉપરાંત 5 ગ્રાહક અને થાઇલેન્ડની 5 યુવતીને ઝડપી પાડી 10 મોબાઇલ સહિત કુલ રૂ. 55,100 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે સ્પા માલિક ભાવેશ અને અનિલ તથા થાઇ મહિલા લમાઇ ઉર્ફે સ્માઇલી ચીમખોબુરીને વોન્ટેડ જાહેર કર્યા છે.