વ્યાજખોરો વિરુદ્ધ સુરત પોલીસની મુહિમ, 116 આરોપીઓ પોલીસના સકંજામાં
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ત્યારે વ્યાજખોરીના આ દુષણ પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર એક્શનમાં આવી છે. અને શહેરમાં વિવિધ વિસ્તારોમાં વ્યાજખોરી કરનારાને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમા સુરત પોલીસે અત્યાર સુધીમાં 108 ગુના નોંધીને 116 આરોપી ઝડપી પાડ્યા છે.
વ્યાજખોરી વિરુદ્ધ સુરત પોલીસની ઝુંબેશ
મહત્વનું છે કે સુરત પોલીસ તંત્ર વ્યાજખોરો વિરુદ્ધ એક્શનમાં આવી છે. અને શહેરમાં ચાલી રહેલા વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ તંત્રએ એક ઝુબેશ શરુ કરી દીધી છે. સુરત પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ એક મુહિમ ચલાવવામાં આવી રહી છે. જેમા સીનીયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જઈ લોકદરબાર યોજી લોકોની રજૂઆતો સાંભળી તેના પર કાર્યવાહી કરી રહ્યા છે. સુરત પોલીસની આ ઝુંબેશની ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર રાજ્યમાં ચલાવવા માટે સુચન કર્યું હતું. જે બાદ અનેક શહેરોમાં તેનો અમલ શરુ કરી દેવામાં આવ્યો છે.
સુરત શહેરમાં અત્યાર સુધી 108 ગુના નોંધીને 116 આરોપી ઝડપ્યા
સુરત શહેરમાં પોલીસે વ્યાજખોરી કરાનારા વિરુદ્ધ લાંલ આંખ કરી છે. સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવીને તેમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. જે અંતર્ગત સુરત શહેરમાં અત્યાર સુધી 108 ગુના નોંધીને 116 આરોપી ઝડપી પાડવામા આવ્યા છે. હાલ પોલીસે ઝોન 5માં વ્યાજ ખોરી કરતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેમજ શહેરના રાંદેરમાં વિસ્તારના નામચીન રાજન કાલીને ઝડપી પાડી તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામા આવી છે.
પોલીસની ઝુંબેશથી વ્યાજખોરોમાં ફફડાટ
ગરીબ અને સામાન્ય જનતાને હેરાન કરવાના ઇરાદે ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજ વસૂલતા લોકો વિરુદ્ધ પોલીસની આ ઝુંબેશને કારણે શહેરમાં વ્યાજખોરી કરનારાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પોલીસની આ પહેલને કારણે વ્યાજખોરી કરનારા વિરુધ્ધ ફરિયાદ કરવાની પણ લોકોમાં હિમ્મત વધી છે.
આ પણ વાંચો : ચાઈનીઝ દોરી મામલે હાઈકોર્ટના સૂચન બાદ તંત્ર એક્શનમાં : હવે વિદ્યાર્થીઓ પાસે લેવડાવામાં આવશે “પ્રતિજ્ઞા”