સુરત પોલીસે ઉધના વિસ્તારમાંથી એક નકલી IPS અધિકારીને ઝડપી લીધો
- અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યો છે
- ચાર રસ્તા પર વાહનોને પકડી મેમો આપતો હતો
- નકલી IPS બનીને ફરી રહેલા આ યુવકનું નામ મોહમ્મદ શરમાઝ
સુરત પોલીસે ઉધના વિસ્તારમાંથી એક નકલી IPS અધિકારીને ઝડપી લીધો છે. જેમાં નકલી ઘી-તેલ-બટર-જીરું-મસાલા બાદ હવે સુરતથી નકલી IPS ઓફિસર ઝડપાયો છે. મોહમ્મદ શરમાઝ નામનો યુવક નકલી IPS બન્યો હતો. ત્યારે અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: વર્લ્ડકપની મેચ પર ઓનલાઇન સટ્ટાના રેકેટનો પર્દાફાશ થયો
ચાર રસ્તા પર વાહનોને પકડી મેમો આપતો હતો
સુરત પોલીસે ઉધના વિસ્તારમાંથી એક નકલી IPS અધિકારીને ઝડપી લીધો છે. આ નકલી આઈપીએસ ઓફિસર હકીકતે એક યુવક હતો. જે ચાર રસ્તા પર વાહનોને પકડી મેમો આપતો હતો. જો કે મહત્વની વાત એ હતી કે આ માણસની વર્દી તો આઈપીએસ અધિકારીની હતી પરંતુ ટોપી કોન્સ્ટેબલની હતી. સુરત પોલીસે તેની પાસેથી વોકી ટોકી સહિતના સાધનો કબ્જે કર્યા હતા.
નકલી IPS બનીને ફરી રહેલા આ યુવકનું નામ મોહમ્મદ શરમાઝ
નકલી IPS બનીને ફરી રહેલા આ યુવકનું નામ મોહમ્મદ શરમાઝ છે અને તે મૂળ બિહારનો વતની છે. સુરતમાં તે ઉધના વિસ્તારમાં રહે છે અને સંચા ખાતામાં કામ કરે છે. મહત્વનું છે કે પોલીસ એક અન્ય મામલે તપાસ કરવા ગઈ હતી ત્યારે આ નકલી અધિકારી તેમની નજરે ચડી ગયો હતો. તેની ચાલચલગત શંકાસ્પદ જણાતા પોલીસે તપાસ કરી હતી અને તેમાં આ આખો મામલો સામે આવ્યો હતો. આ મામલે વિશેષ માહિતી અનુસાર પોલીસ સ્ટાફ સુરતના ભાઠેના વિસ્તારમાં થયેલા અકસ્માતની ઘટનામાં તપાસ અર્થે પહોંચેલી ઉધના પોલીસ ઘટનાના સીસીટીવી તપાસ કરી રહી હતી ત્યારે ઉધના પોલીસને આ નકલી આઈપીએસ નજરે પડતા શંકા જણાઈ હતી. પોલીસે તેની પાસે જઈને પોલીસનું ઓળખપત્ર માંગતા તેણે પોતાનું આધારકાર્ડ આપ્યું હતું અને તેનો ભાંડો ફૂટી ગયો હતો. સમગ્ર વાતનો ભાંડો ફૂટી જતા પોલીસે મોહમ્મદ શરમાઝ નામ ના ઈસમની ધરપકડ કરી વધુ પૂછ પરછ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સાયલન્ટ કિલરનો કહેર, મહેસાણામાં હાર્ટ એટેકથી વધુ એક મોત
નામ વાંચતા જ ઉધના પોલીસ મથકના જવાનો ચોંકી ઉઠ્યા
ઉલ્લેખનીય છે કે મોહંમદ જે જગ્યા એ ઉઘરાવવાનું કરવા માટે ઉભો રહ્યો હતો તે જ જગ્યા એ ઉધના પોલીસ અકસ્માતના કેસમાં તપાસ કરતા કરતા ત્યાં પહોંચી હતી. જે જગ્યા પર આ આઈ પી એસ ઓફિસર ઉભો હતો. ખરેખર ત્યાં પોલીસે કોઈ પોઇન્ટ ફાળવ્યો ના હતો. તેમ છતાં પોલીસ કઈ બોલ્યા વગર જાય તે પહેલાં જ ઉધના પોલીસ જવાનોની નજર મોહંમદના યુનિફોર્મ પર પડી તેમાં આઈપીએસ લખ્યું હતું. આ નામ વાંચતા જ ઉધના પોલીસ મથકના જવાનો ચોંકી ઉઠ્યા હતા. કારણ કે સુરતમાં આ પ્રકારે કોઈ આઈપીએસ અધિકારી ના હતો અને ના પણ કોઈ અધિકારી બહારથી સુરત આવવાના હતા. જેથી પોલીસને શંકા જતા ડુપ્લિકેટ આઈપીએસ અધિકારી પાસે આઇકાર્ડ માંગવામાં આવ્યું હતું. ત્યારે મોહંમદે આઈકાર્ડની જગ્યા એ આધારકાર્ડ આપતા પોલીસ જવાનોની શંકા પ્રબળ બની અને વધુ પૂછપરછ કરતા આ યુવક નકલી આઈપીએસ અધિકારી બન્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે મોહંમદ શરમાઝ નામના યુવક ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.