દિવાળીએ સૌરાષ્ટ્રમાં વતન જતા પરિવારોને સાઈરન વાળા ડિજિટલ લોક ઘર પર લગાડવા સુરત પોલીસની સૂચના
દિવાળીના તહેવારને લઇને સુરત પોલીસ દ્વારા હવે સોસાયટીના પ્રમુખો, રહીશો, આંગડીયા પેઢીના માલિકો, જ્વેલર્સો અને વેપારીઓને સાથે રાખીને સલામતીના ભાગરૂપે મીટીંગનું આયોજન કરાયું હતું. આ મીટીંગમાં પોલીસે કાપોદ્રા, વરાછા, સરથાણા, પુણા જેવા વિસ્તારમાં જે લોકો વતન સૌરાષ્ટ્રમાં જતા હોય છે તેઓને ખાસ તકેદારી રાખવા અપીલ કરી છે. વધારે પડતુ જોખમ હોય તેવું વસ્તુ લોકોએ પોતાની સાથે વતનમાં લઇ જઇ જાળવણી કરવા અપીલ કરી છે.
સોસાયટીઓમાં વોચ વધારાશે, વેપારીઓને સતર્ક રહેવા સૂચના
વધુમાં દિવાળી પહેલા પણ જો મોટા જોખમની આપ-લે કરવાની હોય તો પણ બે થી વધુ વ્યક્તિ અને ખાસ કરીને ફોરવ્લીલરનો ઉપયોગ કરવા સૂચના અપાઇ હતી. જે સોસાયટીમાં 50 ટકાથી વધુ એટલે કે અડધી સોસાયટી ખાલી હોય તેવી સોસાયટીમાં પોલીસ દ્વારા વધારે પેટ્રોલીંગ કરાશે. આ ઉપરાંત પોલીસે આવી સોસાયટીમાં દિવસપાળીમાં પણ વોચમેન રાખવાની અપીલ કરી હતી. સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન બાદ વરાછા, કાપોદ્રા, પુણા અને સરથાણા વિસ્તારના રહીશો દ્વારા પોલીસની સાથે રાખીને મીટીંગોનું આયોજન કરી રહ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતના આ બીચ પર 20થી 30 ઓક્ટોબર સુધી સ્કૂબા ડાઈવીંગનું બુકિંગ ફૂલ…
CCTV કેમેરાથી ચોર પર નજર રખાશે, ફોન પર નોટિફિકેશન મળશે
નાનપુરા ટીમલીયાવાડ પાસે સીસીટીવી કેમેરાનો વેપાર કરતા વેપારીએ જણાવ્યું કે, 4જી અને 5જી ટેકનોલોજી વિકસી છે. આ ટેકનોલોજીથી લોકો પોતાના ઘરને સુરક્ષિત રાખી છે. નવી ટેકનોલોજી વાળા સીસીટીવી કેમેરા વિકસ્યા છે કે જેના દ્વારા કોઇપણ વ્યક્તિ ઘરની આજુબાજુ 2થી 3 વાર રાઉન્ડ મારીને તપાસ કરે તોપણ મકાન માલિકના ફોનમાં નોટીફિકેશન આવી જાય છે અને ખબર પડી જાય છે.