ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનવરાત્રિ-2024મધ્ય ગુજરાતવિશેષ

સુરત: નવરાત્રીમાં ગરબા રમવા જતી દિકરીઓને પોલીસ આપ્યો ખાસ મેસેજ, ખાસ મેસેજ માતા-પિતા જરુર વાંચજો

સુરત: 27 સપ્ટેમ્બર, નવરાત્રી આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અંતિમ તૈયારીઓમાં ખેલૈયાઓ મશગુલ બનતા જોવા મળી રહ્યા છે. ત્યારે બહેન-દીકરીઓ તેમની સાહેલીઓ સાથે ગરબે ઘુમવા જશે, ત્યારે માતા-પિતાને ચિંતા ના થાય તેના માટે બહેન- દીકરીઓએ ખાસ વાતોનું ધ્યાન રાખવાનું રહેશે. જ્યાં ગરબા રમવા જય રહ્યા છો તેનું એડ્રેસ અને જેમની સાથે જય રહ્યા છો. એ સાથીદારો અને મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જય શકો છો જેથી પરિવારને તમારી ચિંતા ના રહે. નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પોલીસે વિશેષ આયોજન કર્યું છે. સુરત પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના તાબા હેઠળ મહિલા પોલીસની ટીમોની તૈનાતી કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by SuratCityPolice (@suratcitypolice)

આગામી દિવસોમાં નવરાત્રી પર્વ શરુ થશે. નવરાત્રીમાં કોઈ અઘટીત ઘટના ના ઘટે તે માટે પોલીસ સજ્જ થઈ છે. આવી સ્થિતિમાં નવરાત્રિમાં ગરબા રમવા જનારી સૌ દિકરીઓ માટે સુરત શહેર પોલીસનો એક ખાસ મેસેજ મોકલાયો છે. સુરત પોલીસે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને નવરાત્રિમાં ગરબા રમવા જનારી છોકરીઓને ખાસ મેસેજની વાત કરી છે. આ ઉપરાંત આ વર્ષે નવરાત્રી દરમ્યાન સુરતમાં પોલીસની શી (SHE) ટીમ ટ્રેડીશનલ વસ્ત્રોમાં ફરજ બજાવશે તેમજ ઘોડે સવાર પોલીસ ઉપરાંત ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરાશે.

સુરત પોલીસે પોસ્ટ કરીને શું કહ્યું?

નવરાત્રી પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સુરત શહેરમાં નવરાત્રીના મોટા મોટા ડોમમાં આયોજન થતા હોય છે. આ ઉપરાંત શેરી ગરબામાં પણ રાસ ગરબાની રમઝટ જમતી હોય છે, ત્યારે આ વર્ષે સુરત પોલીસ દ્વારા નવરાત્રીમાં ગરબા રમવા જનારી સૌ દીકરીઓ માટે તકેદારીઓ રાખવા બાબતે એક ખાસ મેસેજ જાહેર કર્યો છે. સુરત પોલીસે પોસ્ટ કરીને કહ્યું તમે જ્યાં ગરબા રમવા જવાના હોવ એનું એડ્રેસ અને જેમની સાથે ગરબા રમવાના હોય તે ફ્રેન્ડસ તેમજ તેના પરિવારના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જવું.ગરબા રમવા જઈ રહ્યા હોય ત્યારે તમારા ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન મોડ પર રાખજો.

અજાણી વ્યક્તિઓથી સાવધાન રહેવાની આપી સલાહ

અજાણી અથવા ટુંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલા પીવાના પાણી, કોલ્ડ ડ્રિંક્સ કે અન્ય કોઈ ખાદ્યપદાર્થનું સેવન કરવું નહિ. તેમજ અજાણી વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફ્સ કે વીડિયો શેર કરવાનું ટાળજો. સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે સતર્ક રહેજો. ગરબા રમવા જાવ ત્યારે પરિચિત ગ્રુપમાં જ રહેજો. અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે, એમને લિફ્ટ આપવાનું ટાળજો. કોઈપણ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવાવરું જગ્યાએ જવું નહિ. ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા-આવવાનો રસ્તા પર એકલા જશો નહિ. રાત્રિના સમયે જો કોઈ વાહન મળતું ન હોય તો 100 અથવા 182 નંબર ડાયર કરી પોલીસને જાણ કરજો.અમદાવાદ ક્રાઇમ બ્રાંચના તાબા હેઠળ મહિલા પોલીસની ટીમોની તૈનાતી કરવામાં આવશે.મહિલાઓની છેડતી, અસામાજીક તત્વોનો આતંક જણાશે તો આ મહિલા પોલીસકર્મીઓ તેને પાઠ ભણાવશે.

આ પણ વાંચો…શું વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે ગુજરાતના આ પ્રવાસન કેન્દ્રો વિશે તમને માહિતી છે?

Back to top button