દક્ષિણ ગુજરાત

સુરત પોલીસ કમિશનરે ડ્રગ્સ નાબૂદી અંગે યુવાનોને કહ્યું, નશો કરવો હોય તો ક્રિકેટ અને ફૂટબોલનો કરો

Text To Speech

સુરતમાં ડ્રગ્સના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. યુવાનોમાં માદક દ્રવ્યોના સેવનના વધતા જતા કિસ્સાઓ સામે આવ્યા છે. સુરત પોલીસે મામલાને ગંભીરતાથી લઈને નશા વિરોધી ઝુંબેશ હાથ ધરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સનો વેપાર રાંદેર વિસ્તારમાંથી થાય છે.

આ પણ વાંચો : સુરતીઓએ શરુ કરી ઓનોખી મુહિમ, દિવાળીમાં કોઈને ભૂખ્યા નહીં સૂવુ પડે

ડ્રગ્સ માટે કુખ્યાત એવા રાંદેરમાં પોલીસ કમિશનરે ફૂટબોલ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત સૌને પ્રેરક સંબોધન, ડ્રગ્સ સામે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ સુલ્તાનિયા જીમમાં ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં સુરતના પોલીસ કમિશનરને ખાસ બોલાવવામાં આવ્યા હતા.જ્યાં સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર અનોખી સ્ટાઈલમાં દેખાયા હતા. તેમણે એક પ્રેરક વક્તાની જેમ લોકોને ડ્રગ્સ સામે ભાવનાત્મક જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

ડ્રગ્સની હેરાફેરી માટે કુખ્યાત રાંદેરમાં પોલીસની અનોખી પહેલ

અને આજે સમગ્ર સુરત રાંદેર વિસ્તાર ડ્રગ્સના ધંધામાં જાણીતો છે. જે રીતે રાંદેરની છબી ખરડાઈ રહી છે. જેને લઈને સ્થાનિક આગેવાનો પણ ભારે ચિંતિત છે. આ સાથે તેઓ તેમના વિસ્તારમાંથી ડ્રગ્સનું નેટવર્ક હંમેશ માટે અદૃશ્ય થઈ જાય તેવા પ્રયાસો કરી રહ્યા છે અને ફરી એકવાર રાંદેરનું નામ સુધારવાનું કામ કરી રહ્યા છે. સુરતના રાંદેર વિસ્તારના કોઝવેમાં આવેલા સુલ્તાનિયા જીમખાનાના મેદાનમાં ડ્રગ અવેરનેસ સામે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમારન તોમરને ખાસ બોલાવવામાં આવ્યા હતા. આ વિસ્તારના લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

Surat PC - Hum Dekhenge News

નશો કરવો હોય તો ક્રિકેટ અને ફૂટબોલનો કરો  :  અજય કુમાર તોમર

પોલીસ કમિશ્નરે લોકોને નશા સામે સમજાવતા જણાવ્યું હતું કે, આજના સમાજમાં નશો સમાજમાં ઉંચું દેખાડવા માટે કરવામાં આવે છે. ઊંચું દેખાવું હોય તો ક્રિકેટના મેદાનમાં દેખાડો, ફૂટબોલના મેદાનમાં દેખાડો. હું પડકાર સાથે કહું છું કે પછી કોઈ નશાની જરૂર પડશે નહીં. મેં આખી જિંદગી રમતો રમી છે અને મને ક્યારેય કોઈ નશાની જરૂર પડી નથી. વ્યસન કોઈને મહાન બનાવતું નથી. વ્યસન માણસનો નાશ કરે છે. જીવન સુંદર છે. તેનો આનંદ માણો, પરંતુ જો તમે નશામાં જશો, તો તમે પહેલા તમારું જીવન બરબાદ કરશો, પછી તમારો પરિવાર બરબાદ થશે અને તેના કારણે તમારા શહેરનું નામ બદનામ થશે.

Surat PC - Hum Dekhenge News

નશાને કાબુમાં લેવા કોઈપણ હદ સુધી જઈશું : પોલીસ કમિશનર

પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, આ વાત માત્ર અપીલ કરવાની વાત નથી, અમે તમને વિનંતી કરીશું કે તમે જાગૃતિ લાવવાના પ્રયાસો કરો અને પછી જો તમે કંઈ નહીં કરો તો અમે કોઈપણ હદ સુધી જઈશું, પરંતુ અમે તમને ડ્રગ્સ વેચવા દઈશું નહીં. આ યુવાનોનું જીવન સારું હોવું જોઈએ. જેથી સુરતથી રાંદેરમાંથી હવે ડ્રગ્સ હટાવવું પડશે. ફરીથી કહું છું કે જીવન સુંદર છે, જીવનનો આનંદ માણો. જો તમારે મજા કરવી હોય તો સંગીતમાં મેળવો, ક્રિકેટમાં મેળવો, ફૂટબોલમાં મેળવો, સાંસ્કૃતિક પ્રવૃતિઓ મેળવો પણ ક્યારેય નશામાં ન પડો, તેમાં ક્યારેય મજા નથી.

ગુમરાહ યુવાનોને સાચા રસ્તે લાવવા પોલીસ સજ્જ છે

પોલીસ કમિશનરે વધુમાં કહ્યું કે એવું નથી કે હું રાંદેરને ઓળખું છું કારણ કે અહીં કેટલાક રખડતા બાળકો, યુવાનો નશો કરે છે અને દારુ પીવે છે. આવા કેટલાક ગેરમાર્ગે દોરાયેલા યુવાનોના કારણે સુરત અને રાંદેરની છબી ખરડાઈ નથી. એ યુવાનો પણ આપણા છે. આજે જો એ યુવાનો ભટકી ગયા છે તો તેમને સાચા રસ્તે લાવવાનું કામ પણ આપણું છે. આ પડકાર છે અને અમે તેને સ્વીકારવા તૈયાર છીએ. મારી આખી ટીમ તૈયાર છે. એડિશનલ સીપી, ડીસીપી, એસીપી, પીઆઈએ બધાની ફરજ છે કે આપણા યુવાનો ભટકી જાય તો તેમને સાચા રસ્તે લાવવાનો પ્રયાસ કરે.

Back to top button