ગણેશોત્સવ માટે સુરત પોલીસનો આદેશ, આટલા ફૂટથી વધુ ઊંચાઈની પ્રતિમા નહીં બનાવી શકાય
રાજ્ય સરકાર દ્વારા ગણેશોત્સવની ઉજવણી માટે મંજૂરી આપી દીધી છે. ત્યારે સુરત પોલીસે નદીની જાળવણી અને તેના બચાવ માટે મહત્વનો આદેશ જાહેર કર્યો છે. ગણેશોત્સવની મૂર્તિઓની બનાવટ માટે તેની ઊંચાઈ માટે સુરત પોલીસ કમિશનરે આદેશમાં જણાવ્યું છે કે, મૂર્તિકારો અમુક ઊંચાઈથી વધુની મૂર્તિઓ નહીં બનાવી શકે. મૂર્તિકારો મૂર્તિઓના કદનું યોગ્ય ધોરણ જળવાઈ રહે જે જરૂરી છે. તેમજ વિસર્જન પ્રક્રિયામાં સરળતાથી થાય અને વિસર્જન સરઘસ દરમિયાન ટ્રાફિક સરળતાથી જળવાઈ રહે તેમજ કાયદા અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય અને મૂર્તિની બનાવટમાં બીજા ધર્મોની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું છે.
સુરત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ અન્ય ધર્મના લોકોની લાગણીઓને ઠેસ પહોંચે એવા કોઈ ચિહ્નો કે નિશાની ન રાખવામાં આવે અને તવાળના પાણીમાં વિસર્જન કરવાથી પાણીમાં રહેતા પાણીજન્ય જીવો માછલી તેમજ મનુષ્યને પણ નુકસાન ન થાય તે ધ્યાનમાં રાખવામાં આવે. સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશો મુજબ પાણી તેમજ પર્યાવરણમાં થતા પ્રદૂષણને અટકાવવા કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઇન, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વખતો વખતના ઠરાવો અને સુપ્રીમ કોર્ટ આદેશ મુજબ તહેવારની ઉજવણીને લઈને આપવામાં આવેલી ગાઈડલાઈનને તહેવારોની ઉજવણી દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે, જેથી સુરતની જનતાની શાંતિ અને સલામતી જળવાઈ રહે.
તેમજ કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સાવધાનીના પગલાં રૂપે પર્યાવરણને નુકસાન ન થાય તે માટે સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. આદેશ મુજબ દશામાં અને જન્માષ્ટનીના અનુસંધાને માટીની મૂર્તિની બેઠક 9 ફૂટ કરતા વધારે ઊંચાઈની બનાવવા, વેચવા, સ્થાપના કરવા અને જાહેર માર્ગ પર પરિવહન કરવા પર રોક લગાવવામાં આવે છે. તમામ મૂર્તિઓ માટી તેમજ POPની મૂર્તિઓનું વિસર્જન કુત્રિમ તળાવમાં કરવાનું રહેશે.
હાલમાં દશામા તેમજ ભગવાન શ્રીકૃષ્ણની POPની મૂર્તિઓ અને ફાયબરની મૂર્તિઓની બેઠક સહિત 5 ફૂટથી ઊંચાઈની બનાવવા, વેચવા, જાહેર માર્ગ પર પરિવહન કરવા અને નદી, તળાવ, સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ હશે. ઓવારા વાઇઝ જ કુત્રિમ તળાવ બનાવેલા હોય તેમાં ઇસ્યુ કટેલા પાસ સિવાય અન્ય ઓવારા પર આયોજકો મૂર્તિઓનું વિસર્જન કરી શકશે નહીં. મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યાએ તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તેમજ નજીકમાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવા કે કોઈ પણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ટ્રાફિક અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવા પર પ્રતિબંધ રહેશે.