સુરતમાં 12 પીઆઈની આંતરિક બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
સુરત, તા. 4 ડિસેમ્બર, 2024: અમદાવાદ બાદ સુરતમાં પણ પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક સાથે 12 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના ઓર્ડર જાહેર કર્યો હતો. સુરત શહેરના 12 મહત્ત્વના પોલીસ સ્ટેશનો અને વિભાગમાં રહેલા પીઆઇઓની બદલી કરાઈ છે. અચાનક બદલી થતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ઉપરાંત પોલીસ બેડામાં પણ ખળભળાટ મચ્યો છે.
જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
સુરત શહેરમાં વધતી જતી ક્રાઈમની ઘટનાને લઈ શહેર પોલીસ દ્વારા આ બદલી કરવામાં આવી હોવાની ચર્ચા છે. શહેરમાં છેલ્લા એક મહિનામાં વધી રહેલી ક્રાઇમની ઘટનાઓને ધ્યાનમાં લઈ પોલીસ કમિશનર દ્વારા 12 PIની બદલી કરવામાં આવી છે.
વરાછા પોલીસ સ્ટેશનના પીઆઇ અલ્પેશ ગાબાણીને એ એચ.ટી.યુમાં,ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ જે જી પટેલને સ્પેશિયલ બ્રાન્ચમાં, અઠવા પોલીસ સ્ટેશનના જી એ હડિયાને ઇકો સેલમાં મુકવામાં આવ્યા છે. ઇકો સેલના એચ કે સોલંકીને અઠવા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. ટ્રાફિક શાખાના ડી.ડી ચૌહાણને અલથાણ પોલીસ સ્ટેશનમાં, AHTUના પી.જે સોલંકીને અડાજણ પોલીસ સ્ટેશનમાં, અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઇ આર બી ગોજીયાને વરાછા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. લાલગેટ પોલીસ સ્ટેશનના સેકન્ડ પી.આઈ કે.વી પટેલને ઉમરામાં મુકવામાં આવ્યા છે, જ્યારે સચિન જીઆઈડીસીના જે આર ચૌધરીને સ્પેશિયલ બ્રાન્ચમાં મુકવામાં આવ્યા છે. સાઇબર ક્રાઇમના બંસરી પંચાલને ટ્રાફિક શાખામાં મુકવામાં આવ્યા છે જ્યારે ટ્રાફિક શાખાના કુલદીપ સિંહ ચાવડાને લસકાણા પોલીસ સ્ટેશન કાર્યરત થતાં હવાલો સંભાળવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા અમદાવાદ શહેરમાં પણ 14 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ખ્યાતિ કાંડના આરોપી ડૉ.સંજય પટોલીયાની ધરપકડ, જાણો કેવી છે કરિયર
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S