ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત
સુરત : કાલે પીએમ મોદીના કાર્યક્રમ માટે ટ્રાફીક બાબતે પોલીસ કમિશનરે કરી આ સ્પષ્ટતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર માટે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે. ત્યારે તેમના આગમન સાથે જ ટ્રાફીક અને સુરક્ષાને ધ્યાનમાં રાખી રસ્તાઓ બંધ કરવા માટેની વાત સામે આવી હતી. જો કે આ અંગે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેઓએ પીએમના પ્રવાસને લઈ ટ્રાફીક માટે કોઈ રસ્તા બંધ કરવામાં આવ્યા નથી.
માત્ર કાફલો નીકળે ત્યારે 15 થી 20 મિનિટ અવરજવર બંધ કરાશે
વધુમાં પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે પીએમનો કાફલો જ્યારે રવાના થતો હશે તે સમયગાળા દરમિયાન માત્ર એરપોર્ટથી ગોપીન ગામ સુધીનો માર્ગ માત્ર 15 થી 20 મિનિટ માટે ટ્રાફીક રોકવામાં આવશે ત્યારબાદ રાબેતા મુજબ ટ્રાફીક કામગીરી પૂર્વવ્રત કરવામાં આવશે.