સુરત લાવી પ્રાથમિક પૂછપરછ કરાતા જ નકલી પીઆઇને પરસેવો વળી ગયો
- તબિયત લથડવાનું નાટક કરી ફરી પોલીસને દોડાવી હતી
- તિકડમબાજ તરુણે CID ઇન્સ્પેક્ટર નામ લખાવતો
- સિંગણપોર પોલીસે નકલી પીઆઇ તરુણ બ્રહ્મભટ્ટ ધરપકડ કરી
સુરત લાવી પ્રાથમિક પૂછપરછ કરાતા જ નકલી પીઆઇને પરસેવો વળી ગયો છે. જેમાં અસલી પોલીસ સામે તબિયત બગડી હોવાનું નાટક કરતો નકલી PI ઝબ્બે થયો છે. પોલીસ-પબ્લિકને પરેશાન કરનારો આરોપી પાટણથી પકડાયો છે. તિકડમબાજ તરુણે CID ઇન્સ્પેક્ટર નામ લખાવતો હતો. જેમાં સુરત લાવી પ્રાથમિક પૂછપરછ કરાઇ છે.
આ પણ વાંચો: અમદાવાદનો એસજી હાઈવે અને સિંધુ ભવન જાણે કે નબીરાઓ માટે રેસિંગ ટ્રેક બન્યો
તબિયત લથડવાનું નાટક કરી ફરી પોલીસને દોડાવી હતી
સુરતની પોલીસ અને મહિલા સહિતના લોકોને નકલી પીઆઇ બની હેરાન-પરેશાન કરનારા તિકડમબાજ તરુણ બ્રહ્મભટ્ટને સિંગણપોર પોલીસે પાટણથી દબોચી લીધો હતો. તબિયત લથડવાનું નાટક કરી ફરી પોલીસને દોડાવી હતી. સિંગણપોર પોલીસે નકલી પીઆઇ તરુણ બ્રહ્મભટ્ટની શનિવારે મોડી સાંજે ધરપકડ કરી હતી. મળતી વિગતો પ્રમાણે સિંગણપોર વિસ્તારમાં રહેતી 43 વર્ષીય ત્યક્તા અને બે સંતાનોની માતા બીજા લગ્ન માટે સમાજમાંથી માગા આવતા હોઇ થોડાક સમય પહેલાં પાટણના તરુણ ભરત બ્રહ્મભટ્ટનું માંગુ આવ્યું હતું. તરુણ પસંદ નહિ હોઇ મહિલાએ લગ્નનો ઇનકાર કરી દીધો હતો. જોકે, આ મહિલા સાથે જ લગ્ન કરવા રઘવાયા બનેલા તરુણ બારોટે સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં CID ક્રાઇમ ઇન્સ્પેક્ટર બની વરદી લખાવી હતી. મહિલાનો પુત્ર ખૂંખાર અને વોન્ટેડ ગુનેગાર હોવાનું જણાવી સિંગણપોર અને કતારગામ પોલીસને ઘરે તથા મહિલાના પુત્રના કારખાને મોકલી હતી. વળી, મળતિયા મારફતે મહિલાની જાસૂસી કરાવવા સહિત ચાર ગુના તરુણ બારોટ સામે સિંગણપોર અને કતારગામ પોલીસે નોંધ્યા હતા.
નકલી પીઆઇ તરુણે મધરાત્રે 2 વાગ્યે અમરોલી પોલીસ મથકમાં કોલ કર્યો
નકલી પીઆઇ તરુણે મધરાત્રે 2 વાગ્યે અમરોલી પોલીસ મથકમાં કોલ કર્યો હતો. તે સમયે તરુણે પોતાની ઓળખ અમદાવાદ PI હિરેન બ્રહ્મભટ્ટ તરીકે આપી જૂના કોસાડ રોડ પર સ્વસ્તિક રોહાઉસમાં રહેતા કલ્પેશ બારોટનું સામાજીક કામ છે એવું કહીં અડધી રાતે અમરોલી પોલીસની પીસીઆરને કલ્પેશ બારોટના ઘરે મોકલી હતી. જે મામલે પણ અમરોલી પોલીસે તરુણ સામે ગુનો નોંધ્યો હતો. દરમિયાન સુરતના 5 ગુનામાં વોન્ટેડ તરુણને સિંગણપોર પોલીસે પાટણથી પકડી પાડયો હતો. આરોપી તરુણ ઉર્ફે પિન્ટુ ભરતભાઇ બ્રહ્મભટ્ટને સુરતમાં સિંગણપોર પોલીસ મથકે લઇ આવી પીઆઇ ગોહિલે પૂછપરછ આદરી હતી. જોકે, અસલી પોલીસનો તાપ જોઇ નકલી પીઆઇ તરુણ પાણી પાણી થઇ ગયો હતો અને તબિયત લથડવાના નાટક શરૂ કરી દીધા હતા.