સુરત : કાદવના વહેણમાં ચાલવા લોકો મજબૂર, તંત્ર ઘોર નિંદ્રામાં


સુરતના વરાછા વિસ્તારના હીરાબાગ સર્કલ પાસે હાલ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે જેના લીધે વિઠ્ઠલનગર સોસાયટીના લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મેટ્રોની કામગીરીના પગલે રહીશો કાદવમાં ચાલવા અને રહેવા મજબૂર બન્યા છે.
આ પણ વાંચો : એરકન્ડીશનીંગ અને રેફ્રિજરેશનમાં વપરાતો આ પાર્ટ હવે ગુજરતમાં બનશે
મળતી માહિતી મુજબ, મેટ્રોની કામગીરીની બેદરકારીના લીધે સોસાયટીના રહીશો પરેશાન થઈ ગયા છે. કામગીરીના લીધે સોસાયટીના ડ્રેનેજમાં કાદવ આવવા લાગ્યો છે અને એ કાદવ ઘરમાં રસોડા સુધી આવી પહોંચ્યો છે. એકતરફ મેટ્રોનો વિકાસ થઈ રહ્યો છે તો બીજી તરફ તેજ મેટ્રોની કામગીરીની બેદરકારીને પગલે આસપાસની સોસાયટીના રહીશો પરેશાન થઈ ગયા છે. કાદવ રસોડા સુધી આવી જતાં લોકો રસોઈ પણ કેવી રીતે બનાવે તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. આટલું થવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
સુરત : એક તરફ સ્માર્ટ સીટીનું કામ બીજી બાજુ મેટ્રોની કામગીરીના કારણે ડ્રેનેજ લાઈનમાંથી કાદવ ઘરમાં આવતા સ્થાનિકોને હાલાકી
– સોસાયટીના ઘરોમાં કાદવનું વહેણ ફરી વળ્યું@MySuratMySMC @CommissionerSMC #Gujarat #Surat #MetroInSurat #GujaratiNews #humdekhengenews @Gopal_Italia pic.twitter.com/BcVA1O9BSK— Hum Dekhenge News (@humdekhengenews) February 13, 2023
કાદવ આખી સોસાયટીમાં આટલા પ્રમાણમાં ફેલાયો હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા આ બાબતે કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા નથી અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ચુંટણીના સમયમાં વોટ માંગવા નિકડતા નેતાઓ આવા સમય પર લોકોની પડખે આવતા નથી અને લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે.