ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરત: માત-પિતાએ મોબાઇલ બાબતે વિદ્યાર્થિનીને ઠપકો આપતા કર્યો આપઘાત

Text To Speech
  • માતા-પિતાએ મોબાઈલ વારંવાર જોવાની ના પાડી
  • વિદ્યાર્થિની પાસેથી મોબાઈલ છીનવી લીધો
  • હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરતમાં માત-પિતાએ મોબાઇલ બાબતે વિદ્યાર્થિનીને ઠપકો આપતા આપઘાત કર્યો છે. જેમાં માતાએ ફોન ન આપતા અંતિમ પગલું ભર્યાનો દાવો છે. માતા-પિતાએ મોબાઈલ વારંવાર જોવાની ના પાડી ઠપકો આપતા લાગી આવતા ધોરણ 8 અભ્યાસ વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવીર ભાવ સોસાયટીમાં રહેતા પરિવારની ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરી છેલ્લા લાંબા સમયથી મોબાઈલની લતે ચડી હતી. મોબાઈલ વગર કોઈપણ કામ કરતી ન હતી.

વિદ્યાર્થિની પાસેથી મોબાઈલ છીનવી લીધો

માતા-પિતાએ ઠપકો આપ્યા બાદ તેની પાસેથી મોબાઈલ છીનવી લીધો હતો અને મોબાઈલ નહીં ચલાવવા બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીને મોબાઇલ બાબતે માતા-પિતાએ સમજાવી હતી. જેમાં વિદ્યાર્થિનીને મનમાં લાગી આવતા તેને અપઘાત કરી લીધો છે.

આ પણ વાંચો: ગાંધીધામનાં વેપારી સાથે પંજાબનાં દંપતીએ લાખો રૂપિયાની છેતરપિંડી કરી 

Back to top button