સુરતમાં માંગરોળમાં વિદ્યાર્થિનીને ફોનમાં પ્રેમી સાથે વાત કરતા પિતાએ ઝડપી ને પછી…


સુરત, તા.12 જાન્યુઆરી, 2025: ડાયમંડ નગરી સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વિદ્યાર્થિનીને ફોનમાં પ્રેમી સાથે વાત કરતાં પિતાએ ઝડપી લીધી હતી. જે બાદ પિતાએ તેની પાસેથી ફોન આંચકી લીધો હતો. આ વાતને લઈ તેને લાગી આવ્યું હતું અને આયર્નની 18 ગોળી એકસાથે ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેની તબિયત લથડતાં સારવાર અર્થે ખસેડવામાં આ હતી. સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો હતો. ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.
સુરત ગ્રામ્ય ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, ઘટના અંગે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે યુવા વર્ગને વધુ પડતા મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવા અને તેનાથી દૂર રહેવા અપીલ કરી. જો કે, આ બનાવમાં વિદ્યાર્થિની હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચોઃ સ્વામી વિવેકાનંદને યુવાનો પર ભરોસો હતો, મને તેમના વાત પર આસ્થા છેઃ પીએમ મોદી