ગુજરાત

સુરતઃ નવજાત બાળકને એક સોસાયટીની બિલ્ડીંગમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યું, CCTV આવ્યા સામે; માતાની ધરપકડ

Text To Speech

સુરતઃ મગદલ્લા સ્થિત પંચકુટીર સ્ટ્રીટમાં એક નવજાત બાળક ત્યજી દેવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી નવજાતને ત્યજી દેનાર મહિલા સુધી પહોંચી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાના CCTV સામે આવ્યા છે જેમાં બાળકને ઉપરથી નીચે ઘા કરી દેવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.

સુરતના મગદલ્લા સ્થિત પંચકુટીર સ્ટ્રીટ પાસે નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી. આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. સ્થાનિકોએ બનાવની જાણ પોલીસને કરી હતી જેથી પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ૧૦૮ની ટીમે તપાસ કરતા નવજાત બાળકને મૃત જાહેર કરાયું હતું. આ સમગ્ર મામલે પોલીસે નવજાત બાળકને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બીજી તરફ આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, CCTV ફૂટેજમાં નવજાત બાળકને ઉપરથી નીચે ફેંકી દેવાયા હોવાનું દેખાઈ રહ્યું છે. પોલીસે આ CCTV ફૂટેજના આધારે તપાસનો શરૂ કરી હતી. આ ઘટનામાં પોલીસની સી ટીમ સહીત અલગ અલગ ટીમો બનાવી સમગ્ર મામલે તપાસમાં જોડાઈ હતી. અને આખરે પોલીસ નવજાતને ત્યજી દેનાર આરોપી માતા સુધી પહોંચી ગઈ હતી

ડીસીપી સાગર બાગમરે જણાવ્યું હતું કે બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરુ કરી હતી. પોલીસે આજુબાજુની સોસાયટી અને રહેણાક મકાનમાં તપાસ કરી હતી. આ દરમ્યાન નવજાતને ત્યજી દેનાર માતા પાસે પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસ તપાસમાં સવારમાં નવજાતનો જન્મ થયો હતો. અને જન્મબાદ નવજાતને ત્યજી દેવામાં આવ્યું હતું. બહેનપણીના મિત્ર સાથે મહિલાના સબંધ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Back to top button