ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરત નર્મદ યુનિવર્સિટીમાં કર્મચારીઓના કરાર 11ને બદલે 2 માસ કરાતા વિરોધ પ્રદર્શન

Text To Speech

સુરત, 26 જૂન 2024, વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા કરાર આધારિત કર્મચારીઓના કરાર 11 માસના બદલે 2 માસના કરવામાં આવતા કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો. યુનિવર્સિટી ખાતે આજે 400 જેટલા કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરીને 11 માસના કરાર કરવા માટેની માંગ કરી હતી. કર્મચારીઓ નિર્ણયનો વિરોધ કરશે તો નોકરીમાંથી કાઢી મુકવાનો ભય પણ બતાવવામાં આવ્યો હોવાની માહિતી કર્મચારીઓએ આપી હતી.

2 માસના કરાર માટે લેટર આપવામાં આવ્યા
વીર નર્મદ યુનિવર્સિટીના સત્તાધીશો 11 માસના કરાર આધારિત કર્મચારીઓને હટાવીને પોતાના માનિતા કરાર આધારિત કર્મચારીઓને રાખવા માટે નિર્ણય લેવાયો હોવાની ચર્ચા ચાલી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની 20મી જૂન, 2024ના રોજ મળેલી બેઠકમાં 11 માસ કરાર આધારિત કર્મચારીઓ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી આજરોજ જે કર્મચારીઓનો કરાર પૂરો થતો હતો. તેઓને 2 માસના કરાર માટે લેટર આપવામાં આવ્યા છે.

કર્મચારીઓના પ્રતિનિધિ સાથે ચર્ચા કરવામાં આવશે
કર્મચારીઓએ જણાવ્યું હતું કે, 11 માસ આધારિત કર્મચારીઓ આજે ભેગા થયા છે. ચૂંટણી પહેલા તેઓએ જણાવ્યું હતું કે, હાલ આચારસંહિતા છે. આ માટે બે મહિનાના કોન્ટ્રાક્ટ કરીએ છીએ. પરંતુ હવે 11 મહિનાના કોન્ટ્રાક્ટ કરવાના બદલે તેઓ ફરીથી ત્રણ મહિનાના કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે.અમારી એક જ માંગણી છે કે, અમને 11 માસ આધારિત કરાર કરી આપવામાં આવે.આ મામલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, બોર્ડની મિટિંગમાં કર્મચારીઓના પ્રતિનિધિ સાથે ચર્ચા કરવામાં આવશે અને તેમને ફરીથી 11 માસના કરાર પર નોકરીએ રાખવા માટેની જે રજૂઆત છે. તે અંગે નિરાકરણ માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃસુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી મહિલાએ બાળકનું અપહરણ કર્યું, પોલીસ દોડતી થઈ

Back to top button