સુરતમાં મુસ્લિમ પરિવારે બકરી ઈદ ની કરી અનોખી ઉજવણી, જીવદયાને આપ્યું પ્રધાન્ય
બકરી ઈદના દિવસ નજીક આવી રહ્યો છે તેમ બકરાની કિંમતો અંગે ચર્ચા થતી હોય છે. પણ સુરતમાં મુસ્લિમ પરિવારે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. બકરી ઈદ પર એમ તો મુસ્લિમ સમુદાયમાં બકરાની કુરબાનીનું મહત્વ છે. ત્યારે આ વચ્ચે શહેરના ચોકબજાર વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારે રૂ.13 હજારની કિંમતે ખરીદેલા બકરાને પાંજાપોળમાં દાન કર્યો છે.
એક માહિતી અનુસાર, ચોકબજારમાં ઝેરોક્ષની દુકાન ચલાવતા મુસાભાઇ પઠાણ 20 દિવસ પહેલા કુરબાની માટે બકરો ખરીદ્યો હતો અને તેની સાર સંભાળ પણ લઈ રહ્યા હતા. જોકે સમાજસેવક પિયુષભાઈના સંપર્કમાં આવતા તેમણે બકરાની કુરબાનીનો વિચાર બદલી નાખ્યો હતો. જીવનદાન સૌથી મોટું દાન છે એમ માનીને તેમણે રૂ. 13 હજારની કિંમતે ખરીદેલા આ બકરાને સુરત પાંજરાપોળ ખાતે દાનમાં આપ્યો છે અને તેને જીવનદાન આપ્યું છે.
બકરી ઈદના બે દિવસ પહેલા જ આ પ્રમાણેની ઘટના જોવા મળતા લોકોમાં તેમજ પ્રાણીઓ માટે સંવેદનશીલ એવી સંસ્થાઓમાં પણ ખુશીનો માહોલ છે. રીક્ષામાં લઈને જ્યારે પરિવાર બકરાને પાંજરાપોળ ખાતે લઈ આવ્યો હતો ત્યારે ત્યાં હાજર અન્ય મહિલાએ પરિવારના સભ્યને સારા કામ કરવા મટે આશીર્વાદ પણ આપ્યા હતા. તેમજ બકરાને મુસ્લિમ પરીવાર દ્વારા 20 દિવસ પહેલા જ ખરીદવામાં આવ્યો હતો. જીવનદાન મેળવનાર બકરો 2.5 વર્ષનો છે.