ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરત : હજીરાની સ્ટીલ કંપનીમાં ભીષણ આગ, 5 કર્મચારીઓના મૃત્યુની આશંકા

Text To Speech

સુરત, 31 ડિસેમ્બર : વર્ષ 2024ના અંતિમ દિવસે અંતિમ ક્ષણોમાં ખરાબ સમાચાર સામે આવ્યા છે. સુરતના હજીરામાં આવેલી સ્ટીલ કંપનીમાં આગ ફાટી નીકળી છે. આ આગની ઝપેટમાં 20થી વધુ કર્મચારીઓ દાઝી ગયા હતા. જેમાંથી લગભગ પાંચેક જેટલા કર્મચારીઓના મૃત્યુ થયાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ અંગે હજુ કંઈપણ સત્તાવાર સામે આવ્યું નથી.

સૂત્રો પાસેથી જાણવા મળ્યા અનુસાર, હજીરા ખાતે આવેલી AMNS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં આજે શનિવારે સાંજે ભયાનક આગની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર જેટલા કર્મચારીઓના મોત થયા છે. જ્યારે એક કર્મચારી ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.આ પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે.

આગ ટૂ યર પ્લેટફોર્મ પરથી શરૂ થઈ હતી અને લીફ્ટ સુધી પહોંચી ગઈ હતી. આગના કારણે લીફ્ટમાં ફસાયેલા ચાર કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ સાથે જ એક કર્મચારી ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.વર્ષના અંતિમ દિવસે આ કરૂણ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. કંપનીના સંબંધિત અધિકારીઓ તેમજ ફાયર વિભાગ આ ઘટનાને લઈને વધુ વિગતો એકત્રિત કરી રહ્યા છે.

Back to top button