ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરત: પાંડેસરા ખાતે પ્રયાગરાજ કાપડ મિલમાં ભીષણ આગ લાગતા, મેજર કોલ જાહેર કરાયો

સુરતમાં પાંડેસરા ખાતે આવેલ પ્રયાગરાજ મિલમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 15થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોચી હતી. જેમાં આ ઘટનાને મેજર કોલ જાહેર કરાયો હતો.

સુરતનાં પાંડેસરા GIDCમાં આવેલ પ્રયાગરાજ મિલમાં મોડી સાંજે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તુરંત ઘટના સ્થળે પહોચી હતી. ફાયરબ્રિગેડના જવાનો દ્વારા આગ ઓલવવાની જહેમત હાથ ધરાઈ હતી. પરંતુ આગ ખૂબ ભયંકર હતી. જેને લઈને તેને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતું. આગની ઘટનામાં હાલ કોર જાનહાનીના સમાચાર મળ્યા નથી. મિલમાં મોડી સાંજે અચાનક ભીષણ આગ લાગ લાગી હતી. પ્રયાગરાજ મિલ ડાઇન પ્રિન્ટિંગનું કામ કરે છે. મિલમાં કાપડના જથ્થામ અઆગ લાગી હતી. જેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્રણ માળની પ્રયાગરાજ મિલમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મિલમાં કાપડનો બહોળો જથ્થો હોવાથી આગે જોત-જોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.

કાપડની ડાઇંગ મિલમા લાગી ભીષણ આગ

પાંડેસરાની પ્રયાગરાજ મિલમાં આગ લાગ્યાનો કોલ ફાયર કંટ્રોલ વિભાગમાં આવતા પહેલા આ ઘટના સ્થળે 5 ફાયર ટેન્ડર તેની ટીમ સાતેહ ઘટના સ્થળે પહોચી હતી. પરંતુ આગનું જે વિકરાળ સ્વરૂપ હતું તે જોતા વધુ ફાયર ટીમ બોલવાની જરૂર પડી હતી. માટે ફાયર વિભાગ દ્વારા અલગ-અલગ સ્ટેશનોની ગાડીઓ સાથેની ટીમ આગ પર કાબુ મેળવા ઘટના સ્થળે આવી પહોચી હતી. ફાયર કંટ્રોલ વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, ઘટનાની જાણ થતા જ મંજુરા, પાંડેસરા, અડાજન, સચિન સહિતની ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવવા ઘટના સ્થળે પહોચી હતી. જુદા-જુદા ફાયર સ્ટેશનની 15 થી પણ બવધુ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોચી હતી.

આ પણ વાંચો : રશિયા-યુક્રેન યુદ્ધ : રશિયા દ્વારા છોડવામાં આવેલ મિસાઈલ પોલેન્ડમાં પડતા બે નાગરિકોના મોત, પરિસ્થિતિ તંગ બની

મિલમાં કાપડનો મોટા પ્રમાણમાં જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને લઈને ફાયર વિભાગ દ્વરા તેને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ આ આગ પર કાબુ મેળવા માટે ફાયર ટીમે ભારે જહેમત ઉઅથાવી હતી. પ્રયાગરાજ મિલમાં લાગેલ આ આગનો કોલ ફાયર વિભાગ ટીમને મળતાની સાથે જ ફાયર ટીમ ઘટના સ્થળે પહોચી હતી. અને આગ પર કાબુ મેળવાની કામીગીરીમાં જોડઈ ગઈ હતી. હાલ હજુ એ જાણી શકાયું નથી કે આગ ક્યાં કારણોસર લાગી હતી.

કાપડ મિલમા આગ લાગતા કરોડોનું નુકસાન

મિલમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાથો ઘણું મોટું નુકસાન થયું હતું. મિલમાં કાપડની બહોળો જથ્થો હોવાથી શોર્ટ શર્કિટને કારણે આગ કાપડના જથ્થામાં ક્યાંક આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું રહ્યું છે. જોકે ફાયર વિભાગની ટીમ તો આગ ઉપર કાબુ મેળવવાનો સતત પ્રયત્ન કરી રહી છે. આગની આ ઘટનામાં હાલ તો કોઈ જાનહાનીના સમાચાર સામે આવી રહ્યા નથી.

Back to top button